આજનું હવામાન : આકાશમાંથી વરસશે અગનગોળા ! જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ફરી એક વાર કાળઝાળ ગરમીનો અહેસાસ થશે. આગામી દિવસમાં રાજ્યમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થાય તેવી આગાહી કરવામાં આવી છે. દરિયાઈ વિસ્તારમાં ગરમ અને ભેજવાળું હવામાન રહે તેવી આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ફરી એક વાર કાળઝાળ ગરમીનો અહેસાસ થશે. આગામી દિવસમાં રાજ્યમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થાય તેવી આગાહી કરવામાં આવી છે. દરિયાઈ વિસ્તારમાં ગરમ અને ભેજવાળું હવામાન રહે તેવી આગાહી કરવામાં આવી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં 24 એપ્રિલ સુધી દરિયાઈ વિસ્તારમાં ગરમ અને ભેજવાળુ વાતાવરણ રહે તેવી આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં કેટલું રહેશે તાપમાન
ગુજરાતના અમરેલી, બોટાદ, છોટાઉદેપુર, ખેડા, નર્મદા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. અમદાવાદ, આણંદ, દાહોદ, જુનાગઢ, મહીસાગર, મહેસાણા, પંચમહાલ, પાટણ, સુરેન્દ્રનગર, તાપી સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, કચ્છ,રાજકોટ સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.
