Monsoon 2023 : હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કરી આગાહી, સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી સામાન્ય વરસાદ વરસશે
હવામાનના જાણકાર અંબાલાલ પટેલ (Ambalal Patel) દ્વારા આગાહી કરવામાં આવી છે. અંબાલાલની આગાહી મુજબ સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં હવામાં ફેરફાર થશે એ પછી બીજા સપ્તાહમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે.
Monsoon 2023 : ગુજરાતમાં ઓગસ્ટ મહિનાનો અંત આવવો લાગ્યો છે. જો કે હજુ સુધી વરસાદના (Rain) કોઇ એંધાણ નથી, પરંતુ સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. હવામાનના જાણકાર અંબાલાલ પટેલ (Ambalal Patel) દ્વારા આ આગાહી કરવામાં આવી છે. અંબાલાલની આગાહી મુજબ સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં હવામાં ફેરફાર થશે એ પછી બીજા સપ્તાહમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. તો 13 અને 14 સપ્ટેમ્બર દરમિયાન અરબ સાગરમાં હવાનું હળવું દબાણ ઉભું થવાની શક્યતા રહેશે. જેના પરિણામ ત્યારબાદથી ગરમીનું પ્રમાણ પણ વધી શકે છે. મહત્વનું છે કે સમગ્ર ઓગસ્ટ મહિનામાં સરેરાશ બે ઈંચથી પણ ઓછો વરસાદ વરસ્યો છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos