રાજ્યમાં વરસાદ ખેંચાતા વીજળીની માંગમાં વધારો, ખેડૂતોની માંગ પર સરકાર યોગ્ય સમયે નિર્ણય લેશે : ઉર્જા મંત્રી કનુ દેસાઈ, જુઓ Video
વીજળીના કાપને લઈ ખેડૂતો પરેશાન છે. જેને લઈ વલસાડના ખેડૂતો દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતોએ સરકારને સિંચાઈ માટે 10 કલાક વીજળી આપવા માંગ કરી છે.
રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતો (Farmers) ચિંતિત થયા છે. લાંબા સમયથી વરસાદે વિરામ લીધો છે, ત્યારે ખેડૂતો પાક બચાવવા માટે સિંચાઈ તરફ વળ્યા છે, પરંતુ વીજળીના કાપને લઈ ખેડૂતો પરેશાન છે. જેને લઈ વલસાડના ખેડૂતો દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતોએ સરકારને સિંચાઈ માટે 10 કલાક વીજળી આપવા માંગ કરી છે.
આ પણ વાંચો Valsad: વલસાડમાં નકલી જ્યોતિષે ગુપ્ત ધનની લાલચ બતાવી 85 લાખ પડાવી લીધા, પોલીસે કરી ધરપકડ, જુઓ Video
ખેડૂતોની આ માંગને લઈ રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુ દેસાઈએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોની માંગ પર સરકાર યોગ્ય સમયે નિર્ણય લેશે. સરકાર એના માટે ચિંતિત છે અને એની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે.
વલસાડ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
Latest News