Breaking News : આગ ઝરતી ગરમી સહન કરવા રહેજો તૈયાર ! આવતીકાલથી તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો થશે વધારો
weather update : આખા માર્ચ મહિના દરમિયાન ગુજરાતમાં સતત કમોસમી વરસાદ વરસતો રહ્યો છે. એપ્રિલ મહિનાની શરુઆતમાં પણ થોડા દિવસ લોકોએ કમોસમી વરસાદનો માર સહન કરવો પડ્યો છે. જો કે હવે વરસાદથી રાહત મળશે.
છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતમાં સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જો કે ગુજરાતમાં કમોસમી વરસાદથી હવે આંશિક રાહત મળશે. આવતીકાલથી કમોસમી વરસાદની સંભાવના નહીવત્ છે. સાયક્લોનિક સિર્ક્યુલેશન સાઉથ રાજસ્થાન તરફ જતા હવે કમોસમી વરસાદની શક્યતા નહીવત રહેશે. જોકે આજે સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે.
આ પણ વાંચો-બનારસી પાનને મળી આ ખાસ ભેટ, હવે આખી દુનિયામાં ખાવામાં આવશે બનારસી પાન !
આખા માર્ચ મહિના દરમિયાન ગુજરાતમાં સતત કમોસમી વરસાદ વરસતો રહ્યો છે. એપ્રિલ મહિનાની શરુઆતમાં પણ થોડા દિવસ લોકોએ કમોસમી વરસાદનો માર સહન કરવો પડ્યો છે. જો કે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસમાં ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા નહીંવત છે.
આજે સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. પોરબંદર, રાજકોટ અને દ્વારકામાં આજે વરસાદની શક્યતા છે. આવતીકાલથી તાપમાનનો પારો ઉંચો જવાની શરૂઆત થશે. મોટાભાગના શહેરોમાં તાપમાન 3 થી 4 ડિગ્રી વધશે. આગામી દિવસોમાં તાપમાન 40 ડિગ્રી સુધી પોહચવાની સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે.
મહત્વનું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશરને પગલે છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતમાં કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો હતો. વરસાદના કારણે ખેડૂતોનો મહામુલો પાક બરબાદ થઇ ગયો હતો. કમોસમી વરસાદના કારણે ઘઉં, લસણ અને ડુંગળીના પાકને નુકસાન થયુ છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
