આજનું હવામાન : ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી, જાણો ક્યારે ક્યાં પડશે ભારે વરસાદ, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી, જાણો ક્યારે ક્યાં પડશે ભારે વરસાદ, જુઓ Video

| Updated on: Aug 12, 2025 | 7:56 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. આગામી 7 દિવસ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યભરમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. આગામી 7 દિવસ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યભરમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આ મુજબ સપ્તાહના અંતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. તેમજ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ભારે વરસાદની સંભાવના સેવાઈ રહી છે. ગુજરાતમાં અત્યાર સુધી સામાન્ય કરતાં વધુ વરસાદ થયો છે.

અંબાલાલ પટેલે ભારે વરસાદની કરી આગાહી

બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં 12 ઓગસ્ટ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે. તો કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા સેવવામાં આવી છે. દાવો છે કે 17 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થશે. મધ્યપ્રદેશના પૂર્વ ભાગોમાં વરસાદ ખાબકશે. આ જ સિસ્ટમ 26 થી 30 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થશે. આ ઉપરાંત મધ્યપ્રદેશના પૂર્વ ભાગોમાં વરસાદ પડશે. તો અતિભારે વરસાદને પગલે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો