વર્ષોથી બદલીની રાહ જોતા શિક્ષકો માટે ટૂંક સમયમાં સારા સમાચાર આવી શકે છે. શિક્ષકોની બદલીના નવા નિયમોને લઇને શિક્ષણ વિભાગ ઠરાવ કરશે. ઉનાળુ વેકેશન પૂર્ણ થાય તે પહેલા શિક્ષકોના (Teachers) બદલી કેમ્પ (Replacement camp) શરૂ કરી દેવાશે. શિક્ષણ વિભાગના નિર્ણયથી અંદાજિત 30 હજાર પ્રાથમિક શિક્ષકોને ફાયદો થશે.
આ પણ વાંચો-Breaking News : પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા, સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્વાગત કર્યું
મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી પ્રાથમિક શિક્ષકો બદલીની માગ કરી રહ્યા છે. શિક્ષકોની બદલીને લઇને વિવિધ શિક્ષક સંઘે સરકાર સાથે કુલ 6 જેટલી બેઠક પણ કરી છે. આ બેઠકમાં શિક્ષકોના હક્કમાં નિર્ણય લેવાયો છે. છેલ્લા કેટલાક સમયથી પ્રાથમિક શિક્ષકોની બદલી અટવાઈ છે. ઓનલાઈન બદલી કેમ્પના કારણે કેટલાક શિક્ષકોએ કોર્ટમાં પિટિશન ફાઈલ કરી હતી. કોર્ટ કેસના કારણે શિક્ષણ વિભાગે બદલી પ્રકિયા કેમ્પ મોકૂફ રાખ્યા હતા.
ગુજરાતમાં શિક્ષકોની અટકી પડેલી બદલી અને શિક્ષકોની નવી ભરતીને લઈ નિવેડો લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મથામણ શરૂ કરી હતી. ત્યારે હવે ગુજરાતના શિક્ષકો માટે નિયમો બદલાય તેવી પૂરી સંભાવના છે. ગુજરાત સરકારે શિક્ષકોની બદલી અને ભરતીના નિવેડા માટે 15 સભ્યોની કમિટી બનાવી હતી. જેમણે શિક્ષક સંઘ સાથે બેઠકો પણ કરી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 12:00 pm, Fri, 12 May 23