ગુજરાત સરકાર પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલી અંગે નવા નિયમોની સતાવાર કરી શકે છે જાહેરાત, જુઓ Video
સોમવારે બદલીના નવા નિયમો જાહેર કરવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આગામી 48 કલાકના ગાળામાં સરકાર બદલીના નિયમોની સતાવાર જાહેરાત કરી શકે છે.
પ્રાથમિક શિક્ષકોના બદલીના નિયમો મામલે સરકાર મહત્વનો નિર્ણય લઈ શકે તેવી માહિતી સામે આવી છે. છેલ્લા કેટલાક સમયથી પ્રાથમિક શિક્ષકોની બદલી અટવાઈ છે. ઓનલાઈન બદલી કેમ્પના કારણે કેટલાક શિક્ષકોએ કોર્ટમાં પિટિશન ફાઈલ કરી હતી. કોર્ટ કેસના કારણે શિક્ષણ વિભાગે બદલી પ્રકિયા કેમ્પ મોકૂફ રાખ્યા હતા. મહત્વનું છે કે તાજેતરમાં સરકાર પ્રાથમિક શિક્ષક સંઘ સહિત રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના સભ્યો અને શિક્ષણ વિભાગના અધિકારીઓની કમિટી બનાવી હતી.
આ પણ વાંચો : ગાંધીનગર ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસમાં લાગી આગ, સ્ટ્રોંગ રૂમ સલામત હોવાનો કરાયો દાવો- Video
આ કમિટીમાં 6 જેટલી બેઠકો દ્વારા શિક્ષકોના બદલીના નિયમોમાં કેટલાક ફેરબદલો કરવાની માંગ કરી હતી. ગત સપ્તાહે શિક્ષણ વિભાગની મંત્રીઓ અને શિક્ષણ સંઘના આગેવાનોની બેઠક પણ મળી હતી. આ બેઠકમાં સોમવારે બદલીના નવા નિયમો જાહેર કરવાની જાહેરાત કરાઈ હતી. પરતું સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આગામી 48 કલાકના ગાળામાં સરકાર બદલીના નિયમોની સતાવાર જાહેરાત કરી શકે છે. જાહેરાત થતા રાજ્યના વિવિધ જિલ્લામાં સિનિયોરિટી મુજબ બદલીના કેમ્પ શરૂ થશે તેવું સામે આવ્યું છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…