હોસ્પિટલમાં ‘હેવાનિયત’! સાબરમતીમાં ખાનગી દવાખાનામાં મહિલા દર્દીની છેડતી, અડપલા કરનાર સ્ટાફ બ્રધર જેલભેગો – જુઓ Video
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલી મેટીસ (Metis) હોસ્પિટલમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. વાત એમ છે કે, હોસ્પિટલમાં ICU વોર્ડમાં સારવાર લઈ રહેલી એક મહિલા દર્દીની છેડતી કરવામાં આવી છે. હવે આ ઘટનાને લઈને દર્દીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલી મેટિસ (Matis) હોસ્પિટલમાં એક શરમજનક ઘટના સામે આવી છે, જ્યાં ICU વોર્ડમાં સારવાર લઈ રહેલી એક મહિલા દર્દીની છેડતી કરવામાં આવી હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. હોસ્પિટલના જ ‘સ્ટાફ બ્રધર’ તરીકે ફરજ બજાવતા ઇન્દ્રજીત રાઠોડ નામના શખ્સે મહિલા સાથે અડપલા કર્યા હોવાની વિગતો બહાર આવી છે.
મળતી માહિતી મુજબ, આ ઘટના અંદાજે ત્રણ મહિના પહેલા બની હતી પરંતુ પીડિત પક્ષ દ્વારા હવે આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ખાસ વાત એ છે કે, પરિવારે ઘટના બાદ હોસ્પિટલ સંચાલકો પાસે CCTV ફૂટેજ જોવા માંગ્યા હતા પરંતુ હોસ્પિટલ સંચાલકોએ CCTV બતાવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો, જેને લઈને શંકા વધુ ઘેરાઈ છે.
જો કે, પોલીસે CCTV ફૂટેજ અને ઘટનાની તપાસ બાદ ફરિયાદ નોંધીને આરોપી ઇન્દ્રજીતસિંહ રાઠોડની ધરપકડ કરી છે. હોસ્પિટલ જેવા સ્થળે અને તે પણ ICU વોર્ડમાં બનેલી આ ઘટનાને પગલે દર્દીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.