Surat : ઘર આંગણે રમતી 4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ, આરોપી CCTVમાં કેદ, જુઓ Video

| Edited By: | Updated on: Jan 20, 2025 | 2:39 PM

સુરતમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ ઘટનાથી ગુજરાતમાં બાળકો અને મહિલાઓની સુરક્ષા અંગે ગંભીર ચિંતા વધી છે. છેલ્લા પાંચ વર્ષમાં બળાત્કારના કિસ્સામાં ભારે વધારો થયો છે. પોલીસે આરોપીની ધરપકડ કરવા માટે તપાસ શરૂ કરી છે, પરંતુ આવી ઘટનાઓ રોકવા માટે કડક પગલાં લેવાની જરૂર છે.

ગુજરાતમાં ફર એકવાર દુષ્કર્મની ઘટના સામે આવી છે. સુરતમાં ફરી એકવાર એક બાળકી સાથે દુષ્કર્મ થયાની ઘટના બની છે. માસુમ બાળકીને ફોસલાવીને લઇ જઇને એક નરાધમે તેની સાથે દુષ્કર્મ આચપર્યુ છે. ધોળા દિવસે દીકરીઓને ઉપાડી જવાની ઘટનાઓ વધતા બાળકીઓની સુરક્ષા પર અનેક સવાલ ઊભા થયા છે.

સુરતમાં ફરી બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે. 4 વર્ષની માસુમ સાથે એક નરાધમે દુષ્કર્મ ગુજાર્યું છે. ઘર આંગણે રમતી બાળકીને નરાધમ ઉપાડી ગયો હતો. અજાણ્યો નરાધમ બાળકીને લઈને જતો CCTVમાં કેદ થયો છે. જે પછી બાળકી સાથે આરોપીએ દુષ્કર્મ આચર્યુ હતુ. લોહી લુહાણ હાલતમાં બાળકી રડતા રડતા ઘરે આવી હતી.જે પછી બાળકીના પરિવારજનોને આ અંગે જાણ થઇ હતી. બાળકીના પરિવારજનોએ આ અંગે પોલીસને જાણ કરી છે. કડોદરા પોલીસે નરાધમને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે એક શકમંદની અટકાયત કરી હોવાની માહિતી પણ સામે આવી છે.

ગુજરાતમાં પાંચ વર્ષમાં બળાત્કારની ઘટનાઓ !

ગુજરાતમાં દીકરીઓની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા છે. ઘરના આંગણામાં રમતી બાળકીઓ પણ સુરક્ષિત નથી. પાંચ વર્ષમાં બળાત્કાર અને સામુહિક બળાત્કારના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. વર્ષ 2019-20માં સામુહિક દુષ્કર્મની 29 ઘટના, બળાત્કારની 2200 ઘટના બની છે. તો વર્ષ 2020-21માં સામુહિક દુષ્કર્મની 27 ઘટના, બળાત્કારની 2076 ઘટના બની છે. વર્ષ 2021-22માં સામુહિક દુષ્કર્મની 32 ઘટના, બળાત્કારની 2239 ઘટના બની. વર્ષ 2022-23માં સામુહિક દુષ્કર્મની 36 ઘટના, બળાત્કારની 2209 ઘટના બની. વર્ષ 2023-24માં સામુહિક દુષ્કર્મની 31 ઘટના, બળાત્કારની 2095 ઘટના છે. બળાત્કારના 194 કેસમાં ગુનેગારો હજુ પણ ફરાર છે.

 

Published on: Jan 20, 2025 02:38 PM