Gujarat Rains : મેઘરાજાએ ગુજરાતને ધમરોળ્યુ, પોરબંદરને કર્યુ પાણી પાણી, 14 ઈંચ વરસાદ થતા શાળાઓમાં રજા જાહેર, જુઓ Video

|

Jul 19, 2024 | 9:03 AM

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ વરસ્યો છે. તો આજે સવારે 40 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. 24 કલાકના વરસાદના આંકડાની વાત કરીએ તો સૌથી વધુ પોરબંદરમાં 14 ઈંચ વરસાદ નોંધાયો છે. 14 ઈંચ વરસાદથી પોરબંદરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા છે.

Monsoon 2024 : ગુજરાતમાં ચોમાસાની ઋતુ જામી છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ વરસ્યો છે. તો આજે સવારે 40 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. 24 કલાકના વરસાદના આંકડાની વાત કરીએ તો સૌથી વધુ પોરબંદરમાં 14 ઈંચ વરસાદ નોંધાયો છે. 14 ઈંચ વરસાદથી પોરબંદરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા છે, એટલુ જ નહીં શાળાઓમાં રજા જાહેર કરવાની ફરજ પડી છે.

પોરબંદરમાં 14 ઈંચ વરસાદ નોંધાયો

ગુજરાતમાં 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ પોરબંદરમાં 14 ઈંચ વરસાદ વરસ્યો છે. દ્વારકાના કલ્યાણપુરમાં 11 ઈંચ વરસાદ નોંધાયો છે. પોરબંદરના રાણાવાવમાં 9.5 ઈંચ વરસાદ, ગીર-સોમનાથના વેરાવળમાં 8 ઈંચ વરસાદ, જૂનાગઢના વંથલીમાં 7 ઈંચ વરસાદ, ગીર-સોમનાથના સૂત્રાપાડામાં 6.6 ઈંચ વરસાદ, જૂનાગઢના માણાવદરમાં 6.5 ઈંચ વરસાદ, 8 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ, 7 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ, 8 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ,
13 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

પોરબંદર પાણીમાં ડૂબ્યુ

પોરબંદર જિલ્લામાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ છે. પોરબંદર જિલ્લામાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદ નોંધાયો છે. રાણાવાવમાં 9 ઈંચ, કુતિયાણામાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. અલગ અલગ વિસ્તારોમાં લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે. હજુ પણ કેટલાક વિસ્તારોમાં લોકોની બચાવ કામગીરી ચાલી રહી છે.

Next Video