ગુજરાતવાસીઓ આનંદો : છેલ્લા 13 વર્ષની સરખામણીએ સૌથી વધુ પાણીનો જથ્થો જળાશયોમાં સંગ્રહિત થયો, આવતા વર્ષ સુધી વાંધો નહી આવે

|

Aug 11, 2022 | 8:49 AM

જે વિસ્તારમાં વધુ વરસાદ (heavy rain) પડતો હોય પરંતુ પાણી વહી જતું હોય તેને અટકાવવા ચેકડેમ બનાવી પાણી રોકી જળસંચય માટે CM ભૂપેન્દ્ર પટેલે માર્ગદર્શન આપ્યું હતું.

ગુજરાતવાસીઓ આનંદો : છેલ્લા 13 વર્ષની સરખામણીએ સૌથી વધુ પાણીનો જથ્થો જળાશયોમાં સંગ્રહિત થયો, આવતા વર્ષ સુધી વાંધો નહી આવે
Gujarat reservoirs

Follow us on

રાજ્યના જળાશયોની (Reservoir)વર્તમાન સ્થિતિની સમીક્ષા માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra patel) અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક મળી હતી.જેમાં હાલ રાજ્યના કેટલા ડેમ ભરાયા છે, કેટલાક ડેમ હજી ખાલી છે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.ઉપરાંત આ બેઠકમાં જે વિસ્તારમાંથી પાણી વહી જતું હોઇ તે વિસ્તારમાં ચેકડેમ બનાવવા સીએમ ભૂપેન્દ્ર પટેલે સૂચન કર્યું હતું.જે વિસ્તારમાં વધુ વરસાદ (heavy rain) પડતો હોય પરંતુ પાણી વહી જતું હોય તેને અટકાવવા ચેકડેમ બનાવી પાણી રોકી જળસંચય માટે માર્ગદર્શન આપ્યું હતું.

જળાશયોની  સ્થિતિની સમીક્ષા માટે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક

મહત્વનું છે કે હાલ રાજ્યના 68 જળાશયોમાં ઓગસ્ટ-2023 સુધી ચાલે તેટલો પીવાના પાણીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે.તો રાજ્યના 69 જળાશયો 100 ટકા ભરાયા છે..જ્યારે 12 જળાશયો 80 થી 90ટકા ભરાયા છે.કચ્છમાં નાની અને મધ્યમ સિંચાઇ યોજનાના (Irrigation Scheme)જળાશયો 70 ટકા ભરાયા છે.આપને જણાવી દઇએ કે છેલ્લા 13 વર્ષમાં આ વર્ષે સૌથી વધુ પાણીનો જથ્થો જળાશયોમાં સંગ્રહિત થયો છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

સૌરાષ્ટ્રના જળાશયોમાં નવા નીરની આવક

સૌરાષ્ટ્રમાં (Saurashtra) ફરી મેઘરાજાનો નવો રાઉન્ડ શરુ થઇ ગયો છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જુનાગઢ, મોરબી, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર સહિતના વિસ્તારમાં સારો એવો વરસાદ (Rain) વરસી રહ્યો છે. વરસાદના પગલે સૌરાષ્ટ્રની નદીઓમાં નવા નીર આવ્યા છે અને નદીઓ બે કાંઠે વહી રહી છે. બીજી તરફ સારા વરસાદના પગલે સૌરાષ્ટ્રના ડેમોમાં પણ પાણીની આવક વધી છે. વરસાદના પગલે રાજકોટ જિલ્લાનો ભાદર 2 ડેમ થયો ઓવરફ્લો થયો છે. તો ભાદર-1 ડેમમાં (Bhadar) નવા નીરની આવક થઈ છે. ભાદર-1 ડેમની જળ સપાટીમાં વધારો થયો છે.

Published On - 8:37 am, Thu, 11 August 22

Next Article