Rain Update : નવસારીમાં સતત બીજા દિવસે ગાજવીજ સાથે વરસ્યો મેહુલો, જુઓ Video

|

Jun 14, 2024 | 9:40 AM

આજે નવસારી શહેરમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે. નવસારી શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જિલ્લાના અનેક તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે જ મેઘરાજાએ ધળબળાટી બોલાવવાનું શરુ કર્યુ છે.દક્ષિણ ગુજરાતમાં અનેક જિલ્લામાં છેલ્લા થોડા દિવસથી મેઘરાજાની સતત મહેર ઉતરી રહી છે.ખાસ કરીને નવસારી જિલ્લામાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.

આજે નવસારી શહેરમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે. નવસારી શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જિલ્લાના અનેક તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સતત બીજા દિવસે વરસાદ વરસતા બફારાથી લોકોને રાહત મળી છે.

હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અમુક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના ત્રણથી ચાર જિલ્લામાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. અમુક જિલ્લાઓમાં ભારે મેઘ ગર્જના સાથે વરસાદ વરસી શકે છે. નવસારી પહોંચ્યા બાદ ચોમાસું નબળું પડ્યું છે. ચોમાસાને આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિ નહીં બને.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video