Gujarat Rain: હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની કરી આગાહી, જાણો ક્યાં ક્યાં ખાબકશે વરસાદ, જુઓ Video

| Edited By: | Updated on: Jun 29, 2023 | 5:12 PM

તાપીમાં ધોધમાર વરસાદને કારણે જિલ્લાના તમામ તાલુકામાં ઠેર ઠેર પાણી ભરાયા છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ વાલોડ તાલુકામાં નોંધાયો છે. કુકરમુંડામાં પણ 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

તાપી જિલ્લાના વ્યારામાં રેલવે ગરનાળુ પાણીમાં ગરકાવ થયું છે. છેલ્લા ત્રણ દિવસથી પડતા સતત વરસાદથી પાણી ભરાયું છે. ગરનાળામાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો હેરાન થયા છે. બીજી તરફ તાપી જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી કુકરમુંડાના રાજપર ગામની ઉની નદીમાં નવા નીરની આવક થઇ છે. જેથી તે બે કાંઠે વહેતી થઇ છે.

આ પણ વાંચો  : ત્રણ લોકોના મોત બાદ જાગ્યુ હાઉસિંગ બોર્ડ, સાધના કોલોનીમાં દુર્ઘટના બાદ તંત્રને યાદ આવી આવાસોના સર્વેની કામગીરી

નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. તો કુકરમુંડા અને નિઝરના લો-લેવલ પુલ પર પાણી ફરી વળ્યા છે. કુકરમુંડા ખાતેના રસ્તા પાણીમાં ગરકાવ થઇ ગયા છે. બાલંબા કેડવામોઇથી મોરંબા જતો માર્ગ સંપૂર્ણ રીતે પાણીમાં ડૂબી ગયો છે. જેથી વાહન વ્યવહાર અટવાયો છે.. સાથે જ સ્થાનિક લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. તાપી જિલ્લામાં મેહુલિયો મન મૂકીને વરસ્યો છે. જેથી ચારેય તરફ પાણી જ પાણી ભરાયા છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો