Gujarat Rains : સૌરાષ્ટ્રથી લઈ ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ વરસ્યો, 24 કલાકમાં 162 તાલુકામાં થઇ મેઘ મહેર, જુઓ Video

|

Jul 10, 2024 | 9:37 AM

ગુજરાતમાં ફરીથી મેઘરાજાના મંડાણ જોવા મળી રહ્યા છે. છેલ્લા બે દિવસથી ગુજરાતના અનેક જિલ્લામાં મેઘ મહેર ઉતરી રહી છે. ખાસ કરીને  ગઇકાલે  સૌરાષ્ટ્રથી લઈ ઉત્તર ગુજરાતમાં વરસ્યો અતિભારે વરસાદ વરસ્યો છે. જેના કારણે અનેક જિલ્લા પાણીથી તરબોળ થઇ ગયા છે. 

છેલ્લા 24 કલાકમાં 162 તાલુકામાં વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાત અને કચ્છમાં પણ વરસાદ વરસ્યો છે. તો સૌથી વધુ રાજકોટના લોધિકામાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ગીર સોમનાથના વેરાવળમાં 4.9 ઈંચ વરસાદ વરસ્યો છે. વંથલી અને માણાવદરમાં 4.5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

બનાસકાંઠાના ભાભરમાં ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. 8 તાલુકામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. 12 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. તો રાજ્યના 31 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

Next Video