આજનું હવામાન : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ, હવામાન વિભાગે વરસાદની કરી આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આજે આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આજે આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.
આ ઉપરાંત અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. મહત્વનું છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ અપાયું છે. તો ભારે પવનને લઈ માછીમારો માટે ચેતવણી જાહેર કરાઈ છે. ઉલ્લેખનીય છે કે ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતા 30 ટકા વધુ વરસાદ નોંધાઈ ચુક્યો છે. રાજ્યમાં કુલ 470 MM વરસાદ વરસી ચૂક્યો છે.
અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઓગસ્ટની શરુઆતમાં પણ ભારે વરસાદની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર 3 ઓગસ્ટે ભારે વરસાદ આવે તેવી આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ અતિભારે વરસાદની સંભાવના છે. 6 થી 10 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ધોધમારની શક્યતા છે. ભારે વરસાદથી તાપી નદીનું જળસ્તર વધશે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર તહેવારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જન્માષ્ટમી બાદ પણ ભારે વરસાદના એંધાણ કરવામાં આવ્યા છે. 18થી 20 ઓગસ્ટમાં વરસાદનું જોર વધી શકે છે. આ ઉપરાંત ગણેશોત્સવ દરમિયાન પણ ભારે વરસાદની સંભાવના છે.
