Gujarat Video: નવરાત્રી દરમિયાન વરસાદ સર્જી શકે છે વિઘ્ન, રાજ્યમાં રહી શકે છે વાદળછાયું વાતાવરણ, જુઓ Video
નવરાત્રી દરમિયાન વરસાદ વિલન બની શકે છે, 14 ઓક્ટોબર બાદ રાજ્યમાં વાદળછાયુ વાતાવારણ સર્જાઈ શકે છે. આમ નવરાત્રી માં વરસાદી ઝાપટા વરસી શકે છે એ પ્રકારની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદી વાતાવારણ આ દિવસોમાં સર્જાઈ શકે છે અને નવરાત્રીમાં ખેલૈયાઓને વરસાદી ઝાપટાં પરેશાન કરી શકે છે. જોકે પહેલાથી જ નવરાત્રીને લઈ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન હવે વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Sabarkantha Video: ઈડરના કેશરપુરાની દુધ મંડળીના સેક્રેટરીએ કરી ગોલમાલ, ચેરમેને નોંધાવી ફરિયાદ
ભારત અને પાકિસ્તાન મેચ દરમિયાન વરસાદ વિલન નહીં બને એ પ્રકારના હવામાન સમાચાર છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશ્વકપ 2023ની મેચ રમાનારી છે. જેને લઈ વરસાદના સંકટને લઈ સવાલ ક્રિકેટ રસિકોને થઈ રહ્યા હતા. જોકે 14 ઓક્ટોબર સુધી વાતાવરણ સારુ રહેવાની આશા છે. આમ મેચમાં વરસાદ વિક્ષેપ નહીં સર્જે એવી આગાહી કરવામાં આવી છે.