Sabarkantha Video: ઈડરના કેશરપુરાની દુધ મંડળીના સેક્રેટરીએ કરી ગોલમાલ, ચેરમેને નોંધાવી ફરિયાદ

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાની કેશરપુરા દુધ મંડળીના સેક્રેટરીએ ઉચાપત આચરી છે. દુધ ઉત્પાદક મંડળીના ચેરમેન સાલેજી હાફીજભાઈ ઈસ્માઈલભાઈએ જાદર પોલીસ સ્ટેશને આ અંગેની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ દાંત્રોલીયા યાકુબ સાબીરભાઈએ પોતાની સેક્રેટરી તરીકેની ફરજ દરમિયાન હંગામી ઉચાપત આચરી હતી. જેને લઈ તેઓના વિરુદ્ધમાં ઉચાપતનો ગુનો નોંધવામાં આવ્યો છે. મંડળીમાં સેક્રેટરીની ફરજ દરમિયાન યાકુબ દાંત્રોલીયાએ સિલકમાંથી બારોબાર જ રકમ ઉધારી લીધી હતી.

| Updated on: Oct 10, 2023 | 5:34 PM

આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગરમાં નવરાત્રી મેળાનો પ્રારંભ, એક જ સ્થળે ખલૈયાઓને મળશે આકર્ષક શણગાર, જુઓ Video

કેશરપુરા દુધ મંડળીના સેક્રેટરી તરીકેની ફરજ દરમિયાન કોઈપણ પ્રકારના વાઉચર કે અન્ય કોઈ આધાર વિના જ સિલકમાં રકમ ઉધારી હતી. આ માટેના કોઈ ઠરાવ પણ મંડળીના નહોતા આમ છતાં 5 લાખ 13 હજાર કરતા વધારે રકમને સિલકમાં ઉધારીને ઉચાપત આચરી હતી. યાકુબ દાંત્રોલીયાએ રોજમેળમાં આટલી રકમ ઓછી ઉધારી દઈને હંગામી નાણાકીય ઉચાપત કરી હતી. જાદર પોલીસે પૂર્વ સેક્રેટરી યાકુબ દાંત્રોલીયા સામે હંગામી ઉચાપતનો ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">