Rain News : ગીર સોમનાથ જિલ્લામાં ગાજવીજ સાથે અતિભારે વરસાદ ખાબક્યો, સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યભરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાએ ગીર સોમનાથ જિલ્લાઓમાં ધૂંઆધાર બેટિંગ કરી છે. ગાજવીજ સાથે અતિભારે વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યભરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાએ ગીર સોમનાથ જિલ્લાઓમાં ધૂંઆધાર બેટિંગ કરી છે. ગાજવીજ સાથે અતિભારે વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથના વેરાવળમાં 5 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. તેમજ ગીરના જંગલમાં આવેલી બાણેજ તિર્થમાં નદી બેકાંઠે વહી છે. ધોધમાર વરસાદના પગલે નદી રૌદ્ર રૂપ ધર્યૂં છે.
બાણેજ તિર્થમાં નયનરમ્ય નજારો જોવા મળ્યો છે.ગીર સોમનાથના કોડીનાર, ગીર ગઢડાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. જેમાં અતિભારે વરસાદથી કોડીનારની શિંગોડા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જીવાદોરી સમાન નદીમાં પૂર આવતા ખેડૂતમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ
સૌથી વધુ પોરબંદરમાં 14 ઈંચ વરસાદ નોંધાયો છે. દ્વારકાના કલ્યાણપુરમાં 11 ઈંચ વરસાદ, પોરબંદરના રાણાવાવમાં 9.5 ઈંચ વરસાદ, ગીર-સોમનાથના વેરાવળમાં 8 ઈંચ વરસાદ, જૂનાગઢના વંથલીમાં 7 ઈંચ વરસાદ, ગીર-સોમનાથના સૂત્રાપાડામાં 6.6 ઈંચ વરસાદ, જૂનાગઢના માણાવદરમાં 6.5 ઈંચ વરસાદ, 8 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ, 7 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ, 8 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ, 13 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.