અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદને કારણે વાહનવ્યવહારને અસર, પ્રસુતાને હોડીમાં બેસાડી લઈ જવાની ફરજ પડી- Video

ભાવનગરમાં ભારે વરસાદથી વાહનવ્યવહારને ભારે નુકસાન પહોંચ્યુ છે. બંદર ગામે પાણી ભરાઈ જતા એમ્બ્યુલન્સ પહોંચી ન શક્તા પ્રસુતાને હોડીની મદદથી હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી.

| Edited By: | Updated on: Oct 27, 2025 | 5:50 PM

રાજ્યભરના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેમા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે માવઠુ જોવા મળી રહ્યુ છે, અમરેલી, ભાવનગર, મહુવા, જુનાગઢ, ગીરસોમનાથમાં ભારે વરસાદ પડ્યો છે. ભાવનગર ગ્રામ્યમાં ભારે વરસાદ વરસતા અનેક રસ્તાઓ બંધ થયા છે. બંદર ગામમાં બંધારામાં સતત પાણીની આવકથી રસ્તાઓ બંધ થયા છે. જેના કારણે મેડિકલ ઈમરજન્સીમાં ભારે હાલાકી વેઠવાના દૃશ્યો સામે આવ્યા છે. બંદર ગામે પ્રસુતાને હોડીની મદદથી હોસ્પિટલ લઈ જવાઈ હતી. ગામલોકોએ હોડીની મદદથી પ્રસુતાને સુરક્ષિત હોસ્પિટલ પહોંચાડી હતી આ તરફ મહુવાથી બંદર અને લાઈટ હાઉસ જવાનો રસ્તો બંધ થયો છે.

આ તરફ અમરેલીના રાજુલા તાલુકામાં આવેલા ચોત્રા ગામની નદીમાં ઘોડાપૂર આવતા બ્રિજ પર પાણી ફરી વળ્યા છે. જેના કારણે સગર્ભા માટે બોલાવાયેલી એમ્બ્યુલન્સ પરત ફરી હતી. સગર્ભા માટે બોલાવેલી એમ્બ્યુલન્સ પરત ફરતા હાલાકી સર્જાઈ છે. બ્રિજ પાણીમાં ગરક થતા ગામમાં અવરજવર બંધ કરવામાં આવી છે.

રાજુલામાં ચાંચબંદર-પટવા રોડ પાણીમાં ગરકાવ

રાજુલામાં ચાંચબંદર-પટવા રોડ પાણીમાં ગરકાવ થયો છે. સમઢિયાળા બંધારાનું પાણી ફરી વળતા રસ્તો બંધ થયો છે. લોકોએ જેસીબીની મદદથી 3 પ્રસુતાને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી હતી. રસ્તા પર પાણી ભરાતા એમ્બ્યુલન્સ પહોંચી શકી ન હતી. મેડકલ ઈમરજન્સીમાં રસ્તો બંધ થતા ભારે હાલાકી સર્જાઈ હતી.

રાજુલા, જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદથી હાઈવે પર ભરાયા પાણી

અમરેલી: રાજુલા, જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદને પગલે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે નજીક પાણી ભરાયા છે. સર્વિસ રોડ પર પાણી ભરાતા રસ્તો બંધ થયો છે. રોડ પર પાણી ભરાતા બગસરા ડેપોની ST બસ પાણીમાં ફસાઈ છે. અનેક વાહનો બંધ પડતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. સતત અવિરત વરસાદથી ખેતરો જળબંબાકાર થયા છે.

આ પણ વાંચો: Baba Vanga Gold Prediction: સોનાના ભાવને લઈને બાબા વેંગાની ભવિષ્યવાણી, વર્ષ 2026માં જાણો કેટલો આવશે