આજનું હવામાન : આકાશમાંથી વરસશે આફત ! જાણો ક્યાં વિસ્તારમાં મેઘરાજા કરશે ધૂંઆધાર બેટિંગ, જુઓ Video

|

Jul 19, 2024 | 10:16 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. હવામાન વિભાગે આગામી 7 દિવસ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. હવામાન વિભાગે આગામી 7 દિવસ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આજે દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ગીરસોમનાથ, અમરેલી, સુરત, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજકોટ, જામનગર, ભાવનગર, કચ્છ,સુરેન્દ્રનગર નર્મદા ભરૂચ, તાપી, ડાંગમાં ભાવનગર અને બોટાદમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે. અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરામાં આજે યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

શિયર ઝોન, સાયકલોનિક સરકુયુલેશન, ઓફ શૉર ટ્રફ ત્રણ સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. જેના પગલે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

Next Video