Rain News : ગુજરાતમાં મેઘરાજાની ધૂંઆધાર બેટિંગ, 33 તાલુકામાં ખાબક્યો વરસાદ, જુઓ Video

Rain News : ગુજરાતમાં મેઘરાજાની ધૂંઆધાર બેટિંગ, 33 તાલુકામાં ખાબક્યો વરસાદ, જુઓ Video

| Edited By: | Updated on: Jun 18, 2025 | 10:09 AM

ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસ્યો છે. ગુજરાતના વિવિધ જિલ્લાના 33 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.

ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસ્યો છે. ગુજરાતના વિવિધ જિલ્લાના 33 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ બરવાળામાં 7.5 ઈંચ નોંધાયો છે. સાયલામાં 6.3 ઈંચ, બોટાદમાં 5.4 ઈંચ વરસાદ નોંધાયો છે. મુળીમાં 5.3, જોડીયામાં 5.2 ઈંચ, ઉમરાળામાં 4.8 ઈંચ વરસાદ નોંધાયો છે. થાનગઢમાં 4.8 ઈંચ, વલ્લભીપુરમાં 4.5 ઈંચ, ચુડામાં 3.8 ઈંચ વરસાદ પડ્યો છે.

11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ રાજ્યમાં અનેક સ્થળોએ વરસાદની શક્યતા છે. આજે 11 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ભાવનગર, અરવલ્લી, મહિસાગર, દાહોદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.  નવસારી, ડાંગ, વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો