ગુજરાતમાં પોલીસ વિભાગનાં ખાલી પદો પર બમ્પર ભરતી, ઑગસ્ટથી સપ્ટેમ્બર સુધી 14 હજારથી વધુ પદ પર ભરાશે

author
| Edited By: | Updated on: Feb 15, 2025 | 12:17 PM

ગુજરાતમાં પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં પોલીસ વિભાગનાં ખાલી પદો પર ભરતી કરાશે. ઑગસ્ટથી સપ્ટેમ્બર સુધી 14હજારથી વધુ પદ પર ભરતી કરવામાં આવશે. તો સપ્ટેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરાશે બીજા ફેઝની ભરતી પ્રક્રિયા પણ હાથ ધરાવાની છે. 

ગુજરાતમાં પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં પોલીસ વિભાગનાં ખાલી પદો પર ભરતી કરાશે. ઑગસ્ટથી સપ્ટેમ્બર સુધી 14હજારથી વધુ પદ પર ભરતી કરવામાં આવશે. તો સપ્ટેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરાશે બીજા ફેઝની ભરતી પ્રક્રિયા પણ હાથ ધરાવાની છે.

ઑગસ્ટથી સપ્ટેમ્બર સુધી 14હજારથી વધુ પદ પર ભરાશે

પોલીસ વિભાગમાં જોડાવા ઇચ્છુક ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે.  ગુજરાત સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરીને આગામી સમયમાં ઑગસ્ટથી સપ્ટેમ્બર સુધી 14હજારથી વધુ પોલીસ કર્મચારીઓની ભરતી કરવાની ખાતરી આપી છે. હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે આ સોગંદનામુ રજૂ કર્યુ હતુ. પોલીસ વિભાગની કુલ 25,660 ખાલી જગ્યા પર ભરતીની પ્રક્રિયા હાથ ધરાવાની છે.

હાલ પોલીસ વિભાગમાં 25હજારથી વધુ પદ ખાલી

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલ પોલીસ વિભાગમાં 25હજારથી વધુ પદ ખાલી છે. આ ખાલી પદો પર ભરતી મામલે હાઇકોર્ટમાં સુનાવણી સમયે સરકારે સોગંદનામુ રજૂ કર્યું હતું. જેમાં સરકારે રજૂઆત કરી કે હાલ આ પદો ભરવા પ્રથમ ફેઝની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે જેમાં 11હજાર પદો ભરવામાં આવશે. પ્રથમ ફેઝની ભરતીમાં જુલાઈ સુધીમાં લેખિત પરિક્ષા લેવામાં આવશે. જ્યારે બીજા તબક્કામાં 25હજાર 660 જેટલા ખાલી પદો પર સરકાર સીધી ભરતી કરશે.

2026 સુધીમાં ભરતી પૂર્ણ કરી લેવાની અપાઇ ખાતરી

મહત્વનું છે કે પોલીસ ભરતીના કેલેન્ડર વિશે ખાતરી આપતા સરકારી વકીલે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન જણાવ્યું કે, પોલીસ વિભાગના તમામ પદો પર 2026 સુધીમાં ભરતી પૂર્ણ કરી લેવામાં આવશે. આ સિવાય વિવિધ પદ માટેની ફિઝિકલ ટેસ્ટ નવેમ્બર-ડિસેમ્બરમાં પૂર્ણ કરીને જાન્યુઆરીમાં પરિણામ જાહેર કરી દેવામાં આવશે.

Published on: Feb 15, 2025 12:09 PM