Gujarat માં 70 ડીવાયએસપીની બદલીના આદેશ, પોલીસ વિભાગમાં ખુશીનો માહોલ
ગુજરાતમાં ગૃહ વિભાગે 70 ડીવાયએસપીના બદલીના આદેશ પણ કર્યા હતા. જો કે આ બદલી પૂર્વે ગૃહ પ્રધાને બદલી પહેલા તમામ પોલીસ અધિકારીઓને સાંભળ્યા હતા.
ગુજરાતમાં(Gujarat) ગૃહ વિભાગે(Home Ministry) મંગળવારે રાજયના ડીવાયએસપી(DYSP )કક્ષાના અધિકારીઓની મોટા પાયે બદલીના આદેશ કર્યા છે. જેના પગલે પોલીસ વિભાગના ખુશીનો માહોલ છે. જો કે લાંબા સમયથી બદલીની રાહ જોવાઈ રહી હતી. જેમાં ગૃહ વિભાગે 70 ડીવાયએસપીના બદલીના આદેશ પણ કર્યા હતા. જો કે આ બદલી પૂર્વે ગૃહ પ્રધાને બદલી પહેલા તમામ પોલીસ અધિકારીઓને સાંભળ્યા હતા. તેમજ તેમાં પણ મહદઅંશે તમામ અધિકારીઓને પોતાની મનપસંદ જગ્યા પર પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. તેમજ તેમાં જાતિગત સમીકરણોને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો : સ્વામી સચ્ચિદાનંદને પદ્મભૂષણ અન્ય સાત ગુજરાતી પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત
આ પણ વાંચો : રાજ્યનું પ્રથમ પોલીસ ઘોડિયાઘર રાજકોટમાં શરૂ, DGP આશિષ ભાટીયાએ કરાવ્યો શુભારંભ
Published on: Jan 25, 2022 10:46 PM
Latest Videos