Breaking News: ગુજરાત સરકારનો ‘મોટો નિર્ણય’! પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં સીધો 62% નો વધારો, સાથે મળશે 131% એરિયર્સ

Breaking News: ગુજરાત સરકારનો ‘મોટો નિર્ણય’! પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં સીધો 62% નો વધારો, સાથે મળશે 131% એરિયર્સ

| Edited By: | Updated on: Oct 24, 2026 | 6:24 PM

ગુજરાત સરકારે પાંચમા પગાર પંચ હેઠળના પેન્શનરો અને ફેમિલી પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં 381% થી વધારીને 443% નો વધારો મંજૂર કર્યો છે. આ વધારો જુલાઈ 2022 થી જાન્યુઆરી 2024 સુધી તબક્કાવાર લાગુ પડશે. આ ઉપરાંત, જુલાઈ 2021 થી જૂન 2024 સુધીના કુલ 131% એરિયર્સની પણ ચૂકવણી કરવામાં આવશે.

ગુજરાત રાજ્ય સરકારે પેન્શનરો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. પાંચમા પગાર પંચ હેઠળ પેન્શન મેળવતા સરકારી પેન્શનરો અને ફેમિલી પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો મંજૂર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી લાખો પેન્શનરોને લાભ મળશે.

રાજ્ય સરકારના નાણા વિભાગના સત્તાવાર ઠરાવ મુજબ, મોંઘવારી ભથ્થું 381 ટકાથી વધારીને 443 ટકા કરવામાં આવ્યું છે. આ વધારો તબક્કાવાર રીતે અમલમાં આવશે. જુલાઈ 2022 થી મોંઘવારી ભથ્થું 396 ટકા ચૂકવાશે, જ્યારે જાન્યુઆરી 2023 થી તે 412 ટકા થશે. જુલાઈ 2023 થી 427 ટકા અને જાન્યુઆરી 2024 થી મોંઘવારી ભથ્થું વધીને 443 ટકા ચૂકવવામાં આવશે.

આ ઉપરાંત, પેન્શનરોને જુલાઈ 2021 થી જૂન 2024 સુધીના કુલ 131 ટકા એરિયર્સની પણ ચૂકવણી કરવામાં આવશે. રાજ્ય સરકારે લીધેલા આ નિર્ણયથી પેન્શનરો અને તેમના પરિવારોને આર્થિક રીતે મોટી રાહત મળશે. આ મહત્વપૂર્ણ સમાચાર રાજ્યના સરકારી નિવૃત્ત કર્મચારીઓ માટે આનંદના સમાચાર બની રહ્યા છે.

Breaking News : જીરુંના ભાવમાં તેજીના સંકેત, ગુજરાતના ખેડૂતોને આખરે રાહત મળશે, જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.