સુરેન્દ્રનગર એન્કાઉન્ટર અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું

Surendranagar Encounter : મુન્ના નામના આરોપી પર 86 ગુનાઓ રજીસ્ટર હતા, જેમાંથી 59 ગુનાઓમાં તે વૉન્ટેડ હતો.આરોપી ગામમાં ઘુસેલો છે તેવી માહિતી પોલીસને મળી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2021 | 8:02 PM

BANASKANTHA : સુરેન્દ્રનગર એન્કાઉન્ટર મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મુન્ના નામના આરોપી પર 86 ગુનાઓ રજીસ્ટર હતા, જેમાંથી 59 ગુનાઓમાં તે વૉન્ટેડ હતો.આરોપી ગામમાં ઘુસેલો છે તેવી માહિતી પોલીસને મળી હતી. મુન્નાની પત્ની પર 6 ગુનાઓ છે, જેમાંથી ગુજસીટોકના ગુનામાં તે જેલમાં છે.મુન્નાનો સાળો પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે, અને હત્યાના ગુનામાં જેલમાં છે.તાડપત્રી નામથી તેમની ગેંગ હતી, જેના 17 જેટલા સાગરિત જેલમાં છે.

સુરેન્દ્રનગર જિલ્લાની માલવણ ચોકડી નજીક આજે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન વોન્ટેડ હનીફ ખાન ઉર્ફે કાળો મુન્નો અને તેના પુત્ર મદીને પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. હનીફખાન ગેડીયા ગુજસીટોકના ફરાર આરોપી હોવાની બાતમી મળતા માલવણના PSI વી.એન.જાડેજા અને તેમની ટીમ આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરી હતી

હનીફ ખાને ત્રણ રાઉન્ડ ફાયરિંગ PSI વી.એન.જાડેજા પર કર્યા હતા અને તેનો પુત્ર મદિન ખાન પણ ધારીયું લઈ PSI વી.એન.જાડેજા પર હુમલો કરતા PSIને પીઠના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ PSIએ પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી સ્વ-બચાવમાં ફાયરિંગ કરતા પિતા હનીફ અને પુત્ર મદિનને ગોળીઓ લાગતા ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો : જાણો સુરેન્દ્રનગરમાં એન્કાઉન્ટર કરનાર PSI જાડેજા વિશે, જેમની ગેડિયા ગેંગમાં ધાક છે

આ પણ વાંચો : અઢી વર્ષની બાળકીની હત્યા!, સુરતના વડોદ ગામમાંથી ગુમ થયેલી અઢી વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">