મોરબી મનપામાં હાજરી કૌભાંડનો ‘પર્દાફાશ’, ઘરે બેઠાં પગાર લેતા 8 કર્મચારીઓ વિરુદ્ધ ગુનો દાખલ – જુઓ Video
મોરબી મહાનગરપાલિકામાં હાજરી પૂરવાનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં કર્મચારીઓ ઓફિસે આવ્યા વગર જ ઘરે બેઠાં પગાર મેળવતા હતા. આ મામલે અત્યાર સુધીમાં 8 કર્મચારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મોરબી મહાનગરપાલિકામાં કર્મચારીઓની નકલી હાજરી પૂરીને પગાર પડાવવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. મનપાના વર્કશોપ વિભાગમાં કામ કરતા 13 જેટલા રોજમદારોની ગેરહાજરી હોવા છતાં એટેન્ડન્સ મશીનમાં ફેસ અને ફિંગર પ્રિન્ટ દ્વારા નકલી હાજરી પૂરવામાં આવતી હતી. આ કૌભાંડમાં સંડોવાયેલા ગેરહાજર રોજમદારો સહિત કુલ 8 કર્મચારીઓ વિરુદ્ધ હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે, કર્મચારીઓ ઘરે બેઠાં જ પગારની રકમ સ્વીકારતા હતા. અત્યાર સુધીની પ્રાથમિક તપાસમાં માત્ર બે દિવસની નકલી હાજરી દ્વારા રૂ. 9,755નો પગાર પડાવ્યો હોવાનું સામે આવ્યું છે. જો કે, આગામી દિવસોમાં આ મામલે વધુ મોટા ખુલાસાઓ થવાની શક્યતા સેવાઈ રહી છે.
સાસણ ગીરમાં રકુલ પ્રીત સિંહે નિયમો તોડ્યા હોવાનો ‘વાયરલ વીડિયો’માં આક્ષેપ, જાણો સાસણ રેન્જના DCF એ શું કહ્યું – જુઓ Video
Follow Us
