આજનું હવામાન : ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી, આ જિલ્લાઓને મેઘરાજા ધમરોળશે, જુઓ Video

| Updated on: Aug 20, 2024 | 9:40 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આજથી વરસાદનો રાઉન્ડ શરુ થઈ શકે છે. આગામી 2 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહે તેવી આગાહી કરવામાં આવી છે. મેઘરાજા દક્ષિણ ગુજરાતને ધમરોળી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આજથી વરસાદનો રાઉન્ડ શરુ થઈ શકે છે. આગામી 20 અને 21 ઓગસ્ટે ગુજરાતમાં વરસાદી માહોલ રહે તેવી આગાહી કરવામાં આવી છે.

મેઘરાજા દક્ષિણ ગુજરાતને ધમરોળી શકે છે. તેમજ દમણ, તાપી, ડાંગ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવો વરસાદ પડી શકે છે.

 

અંબાલાલ પટેલે કરી વરસાદની મોટી આગાહી

બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં 23 ઓગસ્ટ બાદ મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરી શકે છે. બિહાર, બંગાળના લો પ્રેશરની અસર ગુજરાતમાં વર્તાશે જેના પગલે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 23 થી 26 ઓગસ્ટ દરમિયાન અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અનેક નદીઓમાં પૂરની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.