AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આનંદો : ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની જળસપાટીમાં વધારો, ડેમ 60 ટકા ભરાયો

આનંદો : ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની જળસપાટીમાં વધારો, ડેમ 60 ટકા ભરાયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2021 | 1:51 PM
Share

નર્મદા ડેમમાં છેલ્લા 24 કલાકમાં જળસપાટી 23 સેમી વધી છે. જેમાં ઉપરવાસમાંથી 18 હજાર 95 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

ગુજરાત(Gujarat) ની જીવાદોરી નર્મદા ડેમની(Narmada Dam)જળસપાટીમાં સામાન્ય વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં ડેમની જળસપાટી 23 સેમી વધી છે..ઉપરવાસમાંથી 18 હજાર 95 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.હાલ નર્મદા ડેમની જળસપાટી 121.54 મીટર પર પહોંચી છે.ડેમ 60 ટકા ભરાયો છે ડેમનું રુલ લેવલ 121.92 મીટર છે..હાલ 5197 MCM લાઈવ સ્ટોરેજ પાણી છે..

સરદાર સરોવર જળાશયમાં હાલ 1,76, 558 MCFT પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના 60 ટકા ટકા છે. સિંચાઇ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યનાં 206 જળાશયોમાં 3,98 753 MCFT પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના 71.53 ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ પર કુલ-65 જળાશય, એલર્ટ પર કુલ- 05 જળાશય અને વોર્નિંગ પર-13 જળાશય છે..

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આગામી 21 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી આગામી પાંચ દિવસ સુધી પંચમહાલ, મહિસાગર, ભરૂચ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી.આણંદ, ભાવનગર, સુરત, વડોદરા નર્મદા, નવસારી અને તાપીમાં ભારે વરસાદ થઈ શકે છે

તો બીજી તરફ છેલ્લા ચાર દિવસ પડેલા ભારે વરસાદને પગલે ગુજરાતના અનેક જિલ્લા હજુ પણ અસરગ્રસ્ત છે. રાજ્યમાં 8 સ્ટેટ હાઇવે, 77 પંચાયત, 4 અન્ય સહિત કુલ 89 માર્ગ હજુ પણ બંધ છે. આ ઉપરાંત રાજ્યમાં 23 ગામોમાં હજી વીજપુરવઠો પૂર્વવત નથી થયો.

આ પણ  વાંચો : Rajkot : ઉપલેટામાં ગઢાળા ગામ નજીક મોજ નદીનો કોઝવે છ દિવસથી પાણીમાં ગરકાવ, લોકો પરેશાન

આ પણ  વાંચો : Good News : ગુજરાતમાં મોસમનો કુલ 73. 95 ટકા વરસાદ નોંધાયો, હજુ પણ ભારે વરસાદની આગાહી

 

g clip-path="url(#clip0_868_265)">