હરણી તળાવની ઘટના સર્જાયા બાદ હાઇકોર્ટમાં ચાલતી સુનાવણી સંદર્ભની જાણકારી સામે આવી છે. જેમાં રાજ્ય સરકારે સોગંદનામુ રજૂ કર્યુ છે. જેમાં માહિતી રજૂ કરી છે. રોપ વે બોટિંગ સહિતની કામગીરી મામલે યોગ્ય ફ્રેમ વર્કની કામગીરી ચાલતી હોવાની માહિતી આપવામાં આવી છે. બોટિંગની કામગીરી કરવી હોય તો ફરજિયાત નોંધણી મામલે ચર્ચા કરવામાં આવી છે.
27 જેટલા સ્થળો પર ચાલતી તમામ પ્રક્રિયાને સંદતર બંધ કરાવવામાં આવી છે. તો જે 21 સ્થળો પર બોટિંગ અને સ્પોર્ટ્સની પ્રક્રિયા ચાલે છે તેની સઘન તપાસ હાથ ધરવામાં આવે એમ પણ હાઇકોર્ટે કહ્યુ છે. ખૂબ જ નજીકના સમયમાં કમિટી આ અંગે યોગ્ય નિયમો રજૂ કરે એ જરુરી છે. કમિટીમાં હાલમાં 13 સભ્યો છે.