ગુજરાત હાઇકોર્ટ એસોસિએશને ચીફ જસ્ટિસને લખ્યો પત્ર, આ કરી રજૂઆત

|

Jul 07, 2022 | 11:19 PM

ગુજરાત હાઇકોર્ટ(Gujarat Highcourt) એસોશિયેશનએ પુરાવા રૂપે કેટલીક સોશિયલ મીડિયા લિંક પણ મુખ્ય ન્યાયાધીશને મોકલાવી છે. આવા વર્તનથી વકીલો અને પક્ષકારોની છબી પણ ખરડાતી હોવાની પત્રમાં ફરિયાદ કરવામાં આવી છે.

ગુજરાત હાઇકોર્ટ(Gujarat Highcourt)એડવોકેટ એસોશિયેશને (Advocate Association)મુખ્ય ન્યાયાધીશને પત્ર લખ્યો છે. જેમાં સોશિયલ મીડિયા (Social Media) દ્વારા હાઇકોર્ટમાં થતી કાર્યવાહીના કેટલાક અંશો મૂકી દુરુપયોગ કર્યા હોવાની પત્રમાં ફરિયાદ કરવામાં આવી છે. જેમાં હાઇકોર્ટમાં ચાલતી કાર્યવાહીના કેટલાક ભાગ ઇન્સ્ટાગ્રામ અને શોશિયલ મીડિયામાં ખોટી રીતે મુકવામાં આવતા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. હાઇકોર્ટ એસોશિયેશનએ પુરાવા રૂપે કેટલીક સોશિયલ મીડિયા લિંક પણ મુખ્ય ન્યાયાધીશને મોકલાવી છે. આવા વર્તનથી વકીલો અને પક્ષકારોની છબી પણ ખરડાતી હોવાની પત્રમાં ફરિયાદ કરવામાં આવી છે. જેમાં કોર્ટની મનાઈ હોવા છતાં પોક્સો, હેબિયર્સ કોર્પ્સ અને જાતીય શોષણ તથા બાળકોને લગતી કોર્ટ કાર્યવાહીની વિડીયો કલીપનો વપરાશ થતો હોવાની પણ પત્રમાં ફરિયાદ કરવામાં આવી છે. તેમજ આવા તત્વો સામે સુઓમોટો કરી કંટેમ્પ ઓફ કોર્ટ કરવા હાઇકોર્ટ એડવોકેટ એસોશિયેશનની માંગ કરી છે.

 

Published On - 11:16 pm, Thu, 7 July 22

Next Video