ગુજરાત માટે હજુ 48 કલાક અતિ ભારે, એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય, અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી

| Edited By: | Updated on: Jul 23, 2026 | 7:56 PM

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત માટે આગામી 48 કલાક ભારેથી અતિ ભારે ગણાવવામાં આવી રહ્યા છે. ગુજરાત પર એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. દક્ષિણ ગુજરાત અને અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ ત્રાટકી શકે છે

ગુજરાતમાં મેઘરાજાએ રમઝટ બોલાવતા સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના 207 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ છે. નવસારીના ચીખલીમાં સૌથી વધુ 16.85 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ તરફ ખેરગામ 16.69 ઇંચ, ઉમરપાડામાં 15.75 ઇંચ, ઉમરગામમાં 14.37, ધોળકામાં 13.35, વાંસદામાં 13.31 ઇંચ, વઘઇમાં 12.99, મહેમદાવાદમાં 12.87, ગણદેવીમાં 12.68 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના 59 તાલુકાઓમાં 3 ઈંચ થી વધુ વરસાદ છે.

આ તરફ હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 48 કલાક અતિભારે વરસાદ પડવાની વકી છે. ગુજરાત પર એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. દક્ષિણ ગુજરાત અને અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરાઈ છે.

ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિને લઇને રાજ્ય સરકાર એલર્ટ મોડમાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાત્રે 10 વાગે રિવ્યુ બેઠક કરશે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્યમંત્રી રિવ્યૂ બેઠક યોજશે. CM તમામ જિલ્લાના વહીવટીતંત્ર સાથે સંકલનમાં છે. PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી સ્થિતિની જાણકારી મેળવી. ગૃહમંત્રી અમિત શાહ પણ રાજ્યના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. રાજ્યમાં કોઇ પણ સ્થિતને પહોંચી વળવા NDRF અને SDRFની ટીમો તૈનાત હોવાનું રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ જણાવ્યુ છે.

અમદાવાદમાં મૂશળધાર વરસેલા વરસાદે ખોલી નાખી તંત્રના ખોખલા દાવાની પોલ, કરોડોના પ્રોજેક્ટ 7થી8 ઈંચ વરસાદમાં ધોવાયા

Published on: Jul 23, 2026 07:33 PM
Follow Us