રાજ્યમાં હજુ ત્રણ દિવસ રહેશે ગરમીનો પ્રકોપ, તાપના ટોર્ચરને જોતા હવામાન વિભાગે બપોરે બહાર ન નીકળવાની આપી સલાહ- Video

| Edited By: | Updated on: May 12, 2026 | 3:22 PM

રાજ્યમાં હાલ ભારે હિટવેવની સ્થિતિ સર્જાઈ છે. અસહ્ય તાપ અને ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ત્યારે હવામાન વિભાગે હજુ ત્રણ દિવસ તાપમાન 41 થી 45 ડિગ્રી રહેવાની આગાહી કરી છે.

રાજ્યમાં હાલ સૂર્યનારાયણ દેવ આકાશમાંથી અગનગોળા વરસાવી રહ્યા છે. અનેક જિલ્લાઓમાં હિટવેવની સ્થિતિ છે. હવામાન વિભાગે પણ આગામી ત્રણ દિવસ હજુ તાપમાન 41 થી 45 ડિગ્રીની વચ્ચે રહેવાની આગાહી કરી છે. જ્યારે મહત્તમ તાપમાન સામાન્ય કરતા 2 થી 3 ડિગ્રી ઉંચુ નોંધાશ. અસહ્ય ગરમી અને હિટવેવને જોતા હવામાન વિભાગે લોકોને અગત્યના ઈમરજન્સી કામ સિવાય લોકોને બપોરના સમયે બહાર ન નીકળવા અપીલ કરી છે. રાજ્યમાં કચ્છ, સુરેન્દ્રનગર, સુરતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, પાટણ અને બનાસકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. વડોદરા, રાજકોટમાં પણ ઉનાળો પોતાનો અસલી મિજાજ બતાવી રહ્યો છે.

હાલ રાજ્યમાં 41 થી 45 ડિગ્રી સુધી તાપમાન રહેવાનુ અનુમાન છે. હિટસ્ટ્રોક ન લાગે તે માટે લોકોને સાવધાની રાખવા તાકીદ કરાઈ છે. કામ સિવાય બપોરના સમયે બહાર ન નીકળવુ, બહાર નીકળો ત્યારે મોં પર રૂમાલ, કેપ, ગોગલ્સ જેવા તાપથી બચાવતી વસ્તુઓ સાથે રાખવી. ડ્રિહાઈડ્રેશન ન થાય તેના માટે ઠંડા પીણા અને ઇલેક્ટ્રોલાઈટ પાઉડર પીતા રહેવો જોઈએ જેથી લૂ લાગવાથી બચી શકાય.

Input Credit- Ronak Varma- Ahmedabad

સોમનાથનું જમીનથી અધ્ધર રહી હવામાં તરતું શિવલિંગ- ચમત્કાર કે પ્રાચીન ભારતનું અદભૂત વિજ્ઞાન? ગઝનવી પણ જોઈને રહી ગયો હતો દંગ !

Published on: May 12, 2026 03:21 PM
Follow Us