Gujarat માં કોસ્ટલ હાઇવેના વિકાસ માટે 1900 કરોડની જોગવાઈ, હાઇવે 10 મીટર પહોળો કરાશે

વલસાડ જીલ્લાના ઉંમરગામથી શરૂ થતો અને નવસારી, સુરત, ભરૂચ, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, દેવભુમિ દ્વારકા, જામનગર, મોરબી જીલ્લામાં થી પસાર થઇ કચ્છ જીલ્લાના નારાયણ સરોવરને જોડતા 1600  કિ.મી. લંબાઇના કોસ્ટલ હાઇવેને 10  મીટર પહોળો તથા અપગ્રેડેશનની તબકકાવાર કામગીરી માટે  આયોજન

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2022 | 8:49 PM

ગુજરાત(Gujarat)  વિધાનસભામાં માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ(Purnesh Modi)  જણાવ્યું હતું કે ગુજરાતમાં કોસ્ટલ હાઇવેના(Costal Highway)  વિકાસ માટે 1900 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં હાઇવે 10 મીટર પહોળો અને અપડેશન કરવા જોગવાઈ કરવામાં આવી છે. જેમાં વલસાડ જીલ્લાના ઉંમરગામથી શરૂ થતો અને નવસારી, સુરત, ભરૂચ, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, દેવભુમિ દ્વારકા, જામનગર, મોરબી જીલ્લામાં થી પસાર થઇ કચ્છ જીલ્લાના નારાયણ સરોવરને જોડતા 1600  કિ.મી. લંબાઇના કોસ્ટલ હાઇવેને 10  મીટર પહોળો તથા અપગ્રેડેશનની તબકકાવાર કામગીરી માટે  આયોજન, જે પૈકી પ્રથમ તબકકામાં 3  મીસીંગ લીન્કની કામગીરી કે જેમાં(1) નવસારી જીલ્લામાં ઓંજલ -ઓટ -માછીવાડ લીન્ક પુર્ણા નદી પરના પુલ સહીત, અંદાજીત રૂા.325 કરોડ(2) ઉભરાટ-આભવા-સુરત ખાતે મીંઢોળા નદી પર સીગ્નેચર પુલ,અંદાજીત રૂા.470  કરોડ(3) આણંદ અને ભાવનગર જીલ્લાને ટુંકા રસ્તે જોડતી કામા તળાવ પીપળી દરીયાઇ ખાડી પર પુલનું બાંઘકામ કરવામાં આવશે.

મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મત વિસ્તાર દીઠ રૂપિયા 20 કરોડની ફાળવણી

આ ઉપરાંત ગામમાંથી આરોગ્ય કેન્દ્ર સુધી જવા તબકકાવાર 173 કિ.મી. ના પાકા રસ્તા તથા 83 પુલોનું બાંધકામ, અંદાજી રકમ રૂપિયા 236 કરોડ આ કામો ઉપરાંત વર્ષ 2021-22 ની જેમજ વર્ષ 2022-23 માં ગ્રામ્ય રસ્તાઓના કામો માટે મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મત વિસ્તાર દીઠ રૂપિયા 20 કરોડની મર્યાદામાં તમામ ઘારાસભ્યઓના મતવિસ્તારમાં મંજુરી આપવામાં આવનાર છે.તેજ રીતે સંસદસભ્યઓને તેઓના મતવિસ્તારમાં તેઓની અગ્રતા મુજબ રૂપિયા 10 કરોડની મર્યાદામાં મંજુરી આપવામાં આવનાર છે.

આ પણ વાંચો : અમુલ ડેરીમાં મિલ્ક ડેની ઉજવણીઃ ડેરીના પૂર્વ ડિરેક્ટરના વિચારનો તાલુકા મથકોએ અમલ કરાશે

આ પણ વાંચો : Surat : બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને અગવડતા ન પડે તે માટે મનપામાં મિટિંગ યોજાઈ

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">