ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે, બિન મુસ્લિમ બાળકોની ચકાસણી કરવા અપાઇ સૂચના, જુઓ Video

ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે, બિન મુસ્લિમ બાળકોની ચકાસણી કરવા અપાઇ સૂચના, જુઓ Video

| Edited By: | Updated on: May 18, 2024 | 12:07 PM

ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેના પગલે અમદાવાદના અલગ- અલગ મદ્રેસામાં જિલ્લા શિક્ષણ અધિકારીઓની ટીમનો સર્વે કરવાનો છે. દરેક મદ્રેસામાં 2 સભ્યોની ટીમે સર્વે હાથ ધર્યો છે. તમામ મદ્રેસાઓમાં પહોંચી નિયત ફોર્મ ભરવામાં આવી રહ્યુ છે.

ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેના પગલે અમદાવાદના અલગ- અલગ મદ્રેસામાં જિલ્લા શિક્ષણ અધિકારીઓની ટીમનો સર્વે કરવાનો છે. દરેક મદ્રેસામાં 2 સભ્યોની ટીમે સર્વે હાથ ધર્યો છે. તમામ મદ્રેસાઓમાં પહોંચી નિયત ફોર્મ ભરવામાં આવી રહ્યુ છે. અમદાવાદ શહેર અને જિલ્લાઓ મળી કુલ 205 મદ્રેસામાં કાર્યરત છે.

મદ્રેસામાં જતા બિન મુસ્લિમ બાળકોની ચકાસણી કરવા અને મેપિંગ કરવા સૂચના આપવામાં આવી છે. રાજ્યના તમામ DEOને મહત્તવપૂર્ણ કામગીરી અપાઈ હતી.પ્રાથમિક શિક્ષણ વિભાગને પત્ર લખી જવાબદારી સોંપવામાં આવી છે. રાષ્ટ્રીય બાળ આયોગના હુકમ સંદર્ભે જાણકારી મગાવાઈ છે. કુલ 11 મુદ્દાઓની તપાસ કરી આજે જ વિભાગમાં માહિતી આપવા સૂચના આપવામાં આવી છે.

મદ્રેસા સંચાલકનું નામ અને ટ્રસ્ટ કે સંસ્થાનું નામ દર્શાવવામાં આદેશ આપવામાં આવ્યો છે. કઈ સંસ્થાની મંજૂરી છે એ વિગત પણ દર્શાવવામાં આદેશ આપ્યો છે. શિક્ષકોને કઈ રીતે પગાર ચૂકવા છે તે જાણકારી એકઠી કરવા સૂચના આપવામાં આવી છે. મદ્રેસામાં અભ્યાસનો સમય સહિતની માહિતી આપવા સૂચના અપાઈ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 18, 2024 11:45 AM