ગુજરાત સરકારે પેટ્રોલ ડિઝલના ભાવો વધતા સરકારી ભથ્થામા વધારો જાહેર કર્યો

ગાંધીનગર, નર્મદા, નવસારી, પોરબંદર અને ડાંગના જીલ્લા કલેક્ટર અને જીલ્લા વિકાસ અધિકારી મુસાફરી ભથ્થું રૂ 5600 થી વધારી 6600 કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય જીલ્લાના કલેક્ટર અને ડિડિઓ નું મુસાફરી ભથ્થું રૂ 7500 થી વધારી રૂ 8500 કર્યું છે. આ અંગે નાણા વિભાગે વિસ્તૃત ગાઇડ લાઈન જાહેર કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2022 | 8:50 PM

ગુજરાત(Gujarat)  સરકારે પેટ્રોલ ડિઝલના(Petrol ) ભાવો વધતા  સરકારી વાહનો, ભાડેથી રાખવામા આવતા વાહનો અને અધિકારીઓના ભથ્થામા (Allowance) વધારો કર્યોપ છે. જેમાં માઈલેજ ભથ્થાના દરમાં અને સરકારી વાહનના ખાનગી ઉપયોગના દરમાં વધારો કરવામાં આવ્યો છે. જે મુજબ વર્ગ 1 – 2 ના અધિકારીઓ માટે મોટર કાર પ્રતિ કિમિ 11 રૂ, મોટર કાર ડિઝલ 10 રૂ પ્રતિ કિમિ, સીએનજી કારમા પ્રતિ કિમિ 6 રૂ, દ્વીચક્રી વાહનોમા 2.5 રૂ દર નક્કી કરવામાં આવ્યો. જ્યારે જીલ્લા કલેક્ટર તથા જીલ્લા વિકાસ અધિકારીના ભાડાના ધોરણે પૂરા પાડેલા વાહનોના દરોમા પણ વધારો  કર્યો છે. જેમાં પેટ્રોલ વાહનો માટે રૂ 9, ડિઝલ માટે રૂ 8 તો સીએનજી માટે રૂ 5 ના દર નિર્ધારિત થયા છે.

જેમાં ગાંધીનગર, નર્મદા, નવસારી, પોરબંદર અને ડાંગ ના જીલ્લા કલેક્ટર અને જીલ્લા વિકાસ અધિકારી ના મુસાફરી ભથ્થું રૂ 5600 થી વધારી 6600 કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય જીલ્લાના કલેક્ટર અને ડિડિઓ નું મુસાફરી ભથ્થું રૂ 7500 થી વધારી રૂ 8500 કર્યું છે. આ અંગે નાણા વિભાગે વિસ્તૃત ગાઇડ લાઈન જાહેર કરી છે.

ઓઈલ કંપનીઓએ 137 દિવસ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો

ઉલ્લેખનીય છે કે, દેશમાં લાંબા સમય બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. સરકારી ઓઈલ કંપનીઓએ 137 દિવસ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. ઓઈલ કંપનીઓએ મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો કર્યો છે. ગયા વર્ષના નવેમ્બર પછી આ પ્રથમ વધારો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવે એક લિટર પેટ્રોલની કિંમત 96.21 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે એક લિટર ડીઝલની કિંમત 87.47 રૂપિયા છે.

રાજ્યના ઇંધણ રિટેલર્સએ આજે મંગળવારથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લિટર દીઠ 80 પૈસાનો વધારો કર્યો છે. ત્રણ સરકારી ઈંધણ રિટેલર્સ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન ભારતમાં ઈંધણના છૂટક વેચાણ પર પ્રભુત્વ ધરાવે છે અને સાથે સાથે તેમના ભાવમાં વધારો કરે છે.

આ પણ વાંચો : Ahmedabad: રામોલ-હાથીજણ વોર્ડમાં ગટરના પાણી ઉભરાવાની સમસ્યાથી લોકો ત્રસ્ત

આ પણ વાંચો : બનાસકાંઠા જિલ્લામાં પાણીનો પ્રશ્ન સૌથી વિકટ બન્યો, તમામ મોટા ડેમમાં 10 ટકાથી ઓછું પાણી

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">