ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો, 28 ટકા મળશે મોંઘવારી ભથ્થું

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન તેમજ નાણાપ્રધાન નીતિન પટેલે આ અંગેની જાહેરાત કરી છે.

ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો, 28 ટકા મળશે મોંઘવારી ભથ્થું
Gujarat government employees will get 28 percent Dearness allowance

GANDHINAGAR : ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન તેમજ નાણાપ્રધાન નીતિન પટેલે આ અંગેની જાહેરાત કરતા કહ્યું કે રાજ્યના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે રાજ્યના કર્મચારીઓને હવે 28 ટકા મોંઘવારી ભથ્થું મળશે.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે આ સપ્ટેમ્બર મહિનાથી નવા નિયમ પ્રમાણે 28 ટકા મોંઘવારી ભથ્થા સાથે પગાર અને પેન્શન ચુકવવામાં આવશે. 2 મહિનાનું એરીયર્સ ઓક્ટોબર મહિનાના પગાર સાથે ચુકવવામાં આવશે. 1 મહિનાના એરીયર્સની રકમ 378 કરોડ રૂપિયા થાય છે. આ નિર્ણયનો લાભ ગુજરાત સરકારના 9,61,600 કર્મચારીઓને મળશે, જેમાં 5,11,129 જેટલા ગુજરાત સરકારના કર્મચારીઓ, પંચાયત વિભાગના 4,50,509 કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ રાજ્ય સરકારના સાડા ચાર લાખ પેન્શનરોને પણ અનો લાભ મળશે.

Click on your DTH Provider to Add TV9 Gujarati