ગુજરાતમાં પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટના વિરોધના પગલે સરકારે કરી આ સ્પષ્ટતા

ગુજરાતમાં પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટના વિરોધના પગલે સરકારે કરી આ સ્પષ્ટતા

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2022 | 7:36 PM

કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું કે સરકાર આદિવાસીઓની જમીનનો એક ટુકડો પણ લેવા માગતી નથી. આદિવાસીઓને ઘર, જમીનથી વિસ્થાપિત કરવા સરકાર ઈચ્છતી નથી. જો કે કોંગ્રેસના આગેવાનો ભ્રમ ફેલાવીને લોકોને ઉશ્કેરી રહ્યાં છે.

ગુજરાતમાં(Gujarat)  પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટ (Par-Tapi link project) થકી જમીન છિનવાઈ જવાની ચિંતાને લઈ આદિવાસી આગેવાનો, સ્થાનિકો પ્રદર્શન કરી રહ્યાં છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં વિવિધ સ્થળે ચાલતા વિરોધને લઈ રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે. કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું કે સરકાર આદિવાસીઓની(Tribal)  જમીનનો એક ટુકડો પણ લેવા માગતી નથી. આદિવાસીઓને ઘર, જમીનથી વિસ્થાપિત કરવા સરકાર ઈચ્છતી નથી. જો કે કોંગ્રેસના આગેવાનો ભ્રમ ફેલાવીને લોકોને ઉશ્કેરી રહ્યાં છે. રાજ્ય સરકાર આદિવાસી વિસ્તારોમાં સિંચાઈની સુવિધા અને ખેતીને ઉત્તેજન માટે બજેટ ફાળવીને પ્રામાણિકપણે પ્રયાસ કરી રહી છે.

આ યોજનાનું મૂળ કોંગ્રેસના સમયમાં નખાયું હતું

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે પણ આ મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો હતો. જેમાં ડાંગ અને દક્ષિણ ગુજરાતના આકાર પામનારા તાપી-નર્મદા લીંક યોજના મુદ્દે કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા અને દાવો કર્યો કે આદિવાસીઓ વિસ્તાપિત થતાં હોય તેવી યોજના નહીં કરીએ.તેમણે કહ્યું કે, આ યોજનાનું મૂળ કોંગ્રેસના સમયમાં નખાયું હતું. તો આદિજાતિ વિકાસ પ્રધાન નરેશ પટેલે પણ મીડિયાના માધ્યમથી આદિવાસી સમાજને ખાતરી આપી કે, કોઈ વિસ્તાપિત નહી થાય. સાથે જ આરોપ લગાવ્યો કે, અનંત પટેલ ગૃહને ગેરમાર્ગે દોરે છે.

ગુજરાત વિધાનસભા ગૃહમાં તાપી નર્મદા લીંક યોજનાનો મુદ્દો ચર્ચાયો હતો. આ યોજના રદ કરવા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે, આદિવાસીઓને હટાવીને થતો વિકાસ અમને મંજૂર નથી. તેમજ તાપી લીંક પ્રોજેક્ટનું પાણી ઉદ્યોગોને આપવું તે પણ યોગ્ય નથી.

આ પણ વાંચો : બનાસકાંઠા જિલ્લામાં પાણીનો પ્રશ્ન સૌથી વિકટ બન્યો, તમામ મોટા ડેમમાં 10 ટકાથી ઓછું પાણી

આ પણ વાંચો : Ahmedabad : પોલીસના લેવાયા ક્લાસ, પોલીસે ફરિયાદી કે લોકો સાથે કેવો વ્યવહાર કરવો તેના પાઠ ભણાવાયા

Published on: Mar 22, 2022 07:32 PM
g clip-path="url(#clip0_868_265)">