ગુજરાતમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે નવા પ્રતિબંધોને લઇને આરોગ્ય મંત્રીએ કહી આ વાત
અમદાવાદ શહેરમાં કોરોનાના વધી રહેલા સંક્રમણને લઇ આરોગ્ય પ્રધાનની અધ્યક્ષતામાં બેઠક મળી હતી.જેમાં તેમણે કહ્યું કે અમદાવાદમાં ગમે તેવી પિક આવશે તો પણ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી
ગુજરાતમાં(Gujarat)સતત વધી રહેલા કોરોના(Corona)કેસોમાં પગલે રાજયના આરોગ્ય વિભાગની(Health Department) ચિંતા વધી છે. તેમજ કોરોનાના સૌથી વધારે કેસો અમદાવાદ(Ahmedabad)શહેરમાં નોંધાયા છે. જેના પગલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે (Rushikesh Patel) અમદાવાદ ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. તેમજ તેની બાદ કોરોનાની સ્થિતિ અંગે માહિતી આપી હતી. તેમજ સરકારે શુક્રવારે જાહેર કરેલા નવા નિયમો ઉપરાંત બીજા નિયમો લાગુ કરવામાં આવશે કે નહિ તે પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે સરકાર કોઇ નવા પ્રતિબંધો મૂકવાની નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર બે ટંકનો રોટલો કમાતા લોકોનો પણ વિચાર કરે છે. લોકોએ પણ કોરોનાથી બચવા માટે કોરોના નિયમોનું પાલન કરવાનો આગ્રહ રાખે. તેમજ ભીડભાડ વાળી જગ્યાઓ પર જવાનું ટાળવું જોઇએ. અમદાવાદ શહેરમાં ગમે તેવી પિક આવે તો પણ લોકોને કોઇ મુશ્કેલી નહીં પડે.
અમદાવાદ શહેરમાં કોરોનાના વધી રહેલા સંક્રમણને લઇ આરોગ્ય પ્રધાનની અધ્યક્ષતામાં બેઠક મળી હતી.જેમાં તેમણે કહ્યું કે અમદાવાદમાં ગમે તેવી પિક આવશે તો પણ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી.કારણ કે તંત્ર દ્વારા 25 હજાર 900 લોકોને દાખલ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.તો સાથે સાથે તેમણે દાવો કર્યો કે ઓમિક્રોનથી પણ લોકોએ ડરવાની જરૂર નથી.જીનોમ સિકવનસિંગ દ્વારા ઓમીક્રોનનો ભય ઓછો જાણવા મળ્યો છે.
આ પણ વાંચો : બોટાદ : સાળંગપુર હનુમાનજી મંદિરમાં આબેહુબ હિમાલયનો શણગાર કરાયો, લાખો ભક્તોએ લ્હાવો લીધો
આ પણ વાંચો : Sabarkantha: હિંમતનગરના 17 ખેડૂત સાથે રૂપિયા 65 લાખથી વધુ રૂપિયાની થઈ છેતરપિંડી
ગુજરાત IPS એસોસિએશને ગોપાલ ઇટાલિયા પર કડક પગલાં ભરવાની કરી માગ
Breaking News: સુરતમાં ધોળા દિવસે ગન પોઈન્ટ પર બેંકમાં લૂંટ
જામનગરમાં અપહરણ કરી યુવકને ટોર્ચર કરનારા '5 આરોપી' પોલીસના સકંજામાં
સુરતથી બંગાળ: પરિવર્તનની આશા સાથે હજારો મતદારો વતન રવાના
