ખેડૂતો માટે સારા સમાચાર : ગુજરાત સરકારે 9 જિલ્લાના ખેડૂતો માટે 531 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી

ખેડૂતોને 2 હેકટરની મર્યાદામાં હેકટર દિઠ રૂપિયા રૂ.6800ની સહાયની જાહેરાત કરવામાં આવી છે. જે માટે 6 ડિસેમ્બરથી 24 ડિસેમ્બરથી પોર્ટલના આધારે અરજી સ્વીકારવામાં આવશે. અરજી માટે ખેડૂતોએ કોઇપણ પ્રકારની ફી ચૂકવવાની નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 6:22 PM

GANDHINAGAR : અતિવૃષ્ટીથી થયેલા પાક નુકસાનીને લઇને રાજ્ય સરકારે બીજા તબક્કાના રાહત પેકેજની જાહેરાત કરી છે. જેમાં 9 જિલ્લાના ખેડૂતો માટે રૂપિયા 531 કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ રાહત ખેડૂતોને SDRF અંતર્ગત ચૂકવાશે. જેમાં ખેડૂતોને 2 હેકટરની મર્યાદામાં હેકટર દિઠ  રૂ.6800ની સહાયની જાહેરાત કરવામાં આવી છે. જે માટે 6 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર સુધી પોર્ટલના આધારે અરજી સ્વીકારવામાં આવશે. અરજી માટે ખેડૂતોએ કોઇપણ પ્રકારની ફી ચૂકવવાની નથી.

નોંધનિય છે કે, ચોમાસાના આખરી દિવસોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતાં જેના કારણે ખેડૂતોને પાકને નુકશાન થયું હતું. આ અંગે રાજ્ય સરકારે સર્વે કરાવ્યો હતો તે પૂર્ણ થયો છે. રાજ્ય સરકારના પ્રવક્તા શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ બીજા તબક્કાના રાહત પેકેજની જાહેરાત કરી છે. 9 જિલ્લાના 1530 ગામડાના 5 લાખ જેટલા ખેડૂતો માટે 531 કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ સહાયનો લાભ અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, ભરૂચ, જૂનાગઢ, છોટા ઉદેપુર, પંચમહાલ અને વડોદરાના ખેડૂતોને મળશે.

આ પણ વાંચો : ગાંધીનગરમાં ધારાસભ્યો માટે 140 કરોડના ખર્ચે આધુનિક સગવડવાળા 216 ફ્લેટ બનાવવાનું આયોજન : પૂર્ણેશ મોદી

આ પણ વાંચો : બે દીકરીઓના લગ્નના 6 દિવસ પહેલા કોન્સ્ટેબલ પિતાનું મોત, સાથી પોલીસકર્મીઓએ 2 લાખ આપી કન્યાદાન કર્યું

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">