GMERS સંચાલિત મેડિકલ કોલેજના ફી વધારા સામે ચોમેર વિરોધ બાદ ગુજરાત સરકારે ફી ઘટાડો જાહેર કર્યો

|

Jul 16, 2024 | 5:35 PM

GMERS સંચાલિત મેડિકલ કોલેજની ફીમાં વધારો જાહેર કરાતા ઠેર ઠેર તેનો વિરોધ થયો હતો. ખાસ કરીને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે, ગુજરાતભરમાં GMERS સંચાલિત મેડિકલ કોલેજોમાં આવેદનપત્ર આપ્યું હતું. એબીવીપીએ એવી જાહેરાત પણ કરી હતી કે, જો રાજ્ય સરકાર GMERS સંચાલિત મેડિકલ કોલેજની ફીમાં કરેલો વધારો પાછો નહીં ખેંચે તો રાજ્યભરમાં આંદોલન કરવામાં આવશે.

GMERS સંચાલિત મેડિકલ કોલેજની ફી મુદ્દે આખરે ગુજરાત સરકારે નમતુ જોખ્યું છે. ભાજપની ભગીની સંસ્થા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સહીતના વિવિધ વિદ્યાર્થી સંગઠનોએ, GMERS સંચાલિત મેડિકલ કોલેજની ફીમાં કરેલા તોતીગ વધારા સામે બાંય ચડાવી હતી. એબીવીપીના ટુંકા નામે ઓળખાતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ફી નહીં ઘટાડાય તો આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. ફી વધારા સામે ચોમેરથી થયેલા વિરોધને પગલે, ગુજરાત સરકારે GMERS સંચાલિત મેડિકલ કોલેજની ફી ધટાડવાની જાહેરાત કરી છે.

ગુજરાતમાં GMERS સંચાલિત મેડિકલ કોલેજની ફીમાં વધારો જાહેર કર્યો હતો. GMERS ક્વોટાની ફી વધારીને રૂપિયા પાંચ લાખ પચાસ હજાર જાહેર કરી હતી. જ્યારે મેનેજમેન્ટ ક્વોટાની ફી વધારીને 17 લાખ કરી દેવાઈ હતી. આ ફી વધારો વર્તમાન શૈક્ષણિક સત્રથી જ લાગુ કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. GMERS સંચાલિત મેડિકલ કોલેજની ફીમાં વધારો જાહેર કરાતા ઠેર ઠેર તેનો વિરોધ થયો હતો.

ખાસ કરીને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે, ગુજરાતભરમાં GMERS સંચાલિત મેડિકલ કોલેજોમાં આવેદનપત્ર આપ્યું હતું. એબીવીપીએ એવી જાહેરાત પણ કરી હતી કે, જો રાજ્ય સરકાર GMERS સંચાલિત મેડિકલ કોલેજની ફીમાં કરેલો વધારો પાછો નહીં ખેચે તો રાજ્યભરમાં આંદોલન કરવામાં આવશે.

આજે ગુજરાત સરકારે સત્તાવાર જાહેરાત કરી છે કે, GMERS સંચાલિત મેડિકલ કોલેજની ફીમાં જે વધારો જાહેર કર્યો હતો તેમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પહેલા GMERS ક્વોટાની ફી વધારીને રૂપિયા પાંચ લાખ પચાસ હજાર કરી દેવાઈ હતી તે હવે ત્રણ લાખ પંચોતેર હજાર કરાઈ છે. જ્યારે મેનેજમેન્ટ ક્વોટાની ફી વધારીને 17 લાખ કરી દેવાઈ હતી તે ઘટાડીને 12 લાખ કરવામાં આવી છે.

Published On - 4:07 pm, Tue, 16 July 24

Next Video