ગુજરાતના ગરબાને ‘અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર’ તરીકે જાહેર કરાયો, યુનેસ્કોએ પ્રમાણપત્ર અર્પણ કર્યુ, જુઓ Video

ગુજરાતના ગરબાને ‘અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર’ તરીકે જાહેર કરાયો, યુનેસ્કોએ પ્રમાણપત્ર અર્પણ કર્યુ, જુઓ Video

Kinjal Mishra
| Edited By: | Updated on: Mar 26, 2024 | 2:04 PM

ગુજરાતના વૈભવશાળી સાંસ્કૃતિક વારસામાં વધુ એક યશકલગીનો ઉમેરો થયો છે. કરોડો ગુજરાતીઓ અને ગરબા પ્રેમીઓ માટે આજે ગૌરવની ક્ષણ છે. કારણ કે સીમાડાઓ વટાવીને આજે ગુજરાતના ગરબાની લોકપ્રિયતા આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી ચુકી છે. ગરબાને “ઈન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજ” એટલે કે અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરવામાં આવ્યો છે. મ

ગુજરાતના વૈભવશાળી સાંસ્કૃતિક વારસામાં વધુ એક યશકલગીનો ઉમેરો થયો છે. કરોડો ગુજરાતીઓ અને ગરબા પ્રેમીઓ માટે આજે ગૌરવની ક્ષણ છે. કારણ કે સીમાડાઓ વટાવીને આજે ગુજરાતના ગરબાની લોકપ્રિયતા આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી ચુકી છે. ગરબાને “ઈન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજ” એટલે કે અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરવામાં આવ્યો છે.

ગુજરાતના ગરબાને એક જીવંત સાંસ્કૃતિ વારસા તરીકે નવી ઓળખ મળી છે. ગુજરાતની ઓળખ એટલે ગરબો અને હવે આ ગરબો ગ્લબોલ બન્યો છે. યુનેસ્કોએ ગુજરાતના ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરનું પ્રમાણપત્ર અર્પણ કર્યું છે.

આ પણ વાંચો- Loksabha Election 2024: સી આર પાટીલ ભાજપના પ્રચાર માટે કરી રહ્યા છે ગુજરાત પ્રવાસ, જાણો તેમના માટે કોણ કરી રહ્યુ છે પ્રચાર

મહત્વનું છે કે યુનેસ્કોએ 6 ડિસેમ્બર 2023ના રોજ ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર તરીકેનું સન્માન આપ્યું હતું. હવે યુનેસ્કોએ ગુજરાતને વિધિવત રીતે પ્રમાણપત્ર અર્પણ કર્યું છે. ગુજરાતના ગરબાના સમાવેશ સાથે હવે દેશના ઉત્સવો, મેળાઓ, પરંપરાઓ, પ્રાદેશિક નૃત્યો મળીને કુલ 15 સાંસ્કૃતિક વિરાસત યુનેસ્કોની ‘અમૂર્ત ધરોહર’ ની યાદીમાં સમાવિષ્ટ થઈ ચૂકી છે.વૈશ્વિક વારસાઓ અને ધરોહરોને સાચવવાનું કામ કરતી યુનેસ્કો સંસ્થા દ્વારા ગરબાને ઈન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજમાં સામેલ કરાયો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Mar 26, 2024 01:32 PM
g clip-path="url(#clip0_868_265)">