Gujarat Election: અરવિંદ કેજરીવાલે ગુજરાતની પ્રજાને આપી ગેરંટી, દરેક પરિવારને 300 યુનિટ વીજળી ફ્રી આપવાની કરી જાહેરાત

|

Jul 21, 2022 | 2:55 PM

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) આજે ગુજરાતની મુલાકાતે છે. તેમણે સુરતમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ગુજરાતની પ્રજાને ચૂંટણીલક્ષી પહેલી ગેરંટી આપી છે. તેમણે ગુજરાતમાં વીજળીને (Electricity) લઇને મોટી જાહેરાત કરી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Elections 2022) લઇને આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party) પણ તડામાર તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે સુરતની (Surat) મુલાકાતે આવેલા આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwale) ગુજરાતના પ્રજાજનોને ચૂંટણીલક્ષી પ્રથમ ગેરંટી આપી છે. અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે જો ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સત્તા પર આવશે તો 300 યુનિટ વીજળી ગુજરાતની પ્રજાને ફ્રી આપવામાં આવશે. અરવિંદ કેજરીવાલે જણાવ્યુ કે, જો અમારી સરકાર આવશે તો ત્રણ મહિનામાં જ આ યોજના લાગુ કરી દેવામાં આવશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટીએ પણ તડામાર તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે સુરતની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આપની સરકાર બનશે તો ક્યા એજન્ડા પર કામ થશે તે અંગે માહિતી આપી હતી. અરવિંદ કેજરીવાલે જણાવ્યુ કે, ”આજે લોકોની સૌથી મોટી સમસ્યા મોંઘવારી છે. ગુજરાતમાં વીજળીના ખૂબ જ ઊંચા ભાવ વસુલવામાં આવે છે. ગુજરાતની પ્રજા હવે બદલાવ ઇચ્છે છે. લોકો ઇચ્છે છે કે, ગુજરાતમાં પણ વીજળી મફતમાં મળે. દિલ્હી-પંજાબમાં ફ્રી વીજળી મળી શકે તો ગુજરાતમાં પણ મળી શકે.”

અરવિંદ કેજરીવાલે ગુજરાતની પ્રજાને ગેરંટી આપી છે કે જો ગુજરાતમાં તેમની સરકાર બનશે તો ગુજરાતમાં 300 યુનિટ વીજળી ફ્રીમાં આપીશુ. સરકાર બન્યાના ત્રણ મહિનામાં જ ગુજરાતની પ્રજાને આ લાભ આપવાની જાણકારી પણ અરવિંદ કેજરીવાલે આપી. અરવિંદ કેજરીવાલે જણાવ્યુ કે ગુજરાતમાં પણ 24 કલાક ફ્રીમાં વીજળી અપાશે.તેમણે કહ્યુ કે, 31 ડિસેમ્બર પહેલાના તમામ જુના બિલ માફ કરવામાં આવશે. લોકોને ખોટા બિલો ન આવે તેવી પણ વ્યવસ્થા કરીશુ.

ગુજરાતની અંદર દારૂબંધીને લઈને આપ્યુ નિવેદન

ગુજરાતી અંદર થોડા થોડા સમય દારૂબંધીનો પ્રશ્ન વિપક્ષો દ્વારા ઉઠાવવામાં આવતો હોય છે ત્યારે આમ આદમી પાર્ટીને પણ સવાલ કરવામાં આવતા તેમને કહ્યું હતું કે ગુજરાતની અંદર સરળતાથી દારૂ મળી રહે છે અને જો તેમની સરકાર આવતાની સાથે જ દારૂબંધી ઉપર કડક અમલ અમલીકરણ કરવામાં આવશે અમારી સરકાર ચુસ્તપણે આ કાયદાનો અમલ કરાવશે અને ગેરકાયદેસર જે દારૂનું વેચાણ થાય છે તે તમામ જગ્યાએથી બંધ કરાવામાં આવશે. દારૂનો મુદ્દો હર હંમેશ ગુજરાતી અંદર નાના-મોટા ઇલેક્શન ની અંદર ચર્ચામાં રહેતો હોય છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ નિવેદન આપ્યું છે તેને લઈને ગુજરાતી અંદર શું નિરીક્ષણ આવે છે તે પણ એક મોટો સવાલ છે.

ફ્રી રેવડી મુદ્દે પણ અરવિંદ કેજરી વાલે નિવેદન આપતા કહ્યું હતું કે ફ્રી રેવડી જનતામાં વેચવામાં આવે તે એક ભગવાનનો પ્રસાદ સ્વરૂપ કહેવાય છે એટલે તેના ઉપર સવાલ ઊભા કરવા વ્યાજબી હોતા નથી કેટલાક લોકો પોતાના મિત્ર અને મંત્રીઓને ફ્રી રેવડી આપવામાં આવે તે પાપ કહેવામાં આવે છે સાથે કેટલાક લોકો મિત્રોને ઘણી બધી લોનો પણ માફ કરી દેતા હોય છે તે ખોટું કહેવાય. વધુમાં અરવિંદ કેજરીવાલ એ જણાવ્યું હતું કે હું સમય અંતરે ગુજરાતમાં આવતો રહીશ અને ખેડૂતોના વીજળી ની સમસ્યાને લઈને જે સવાલો છે તેના ઉપર અમારું કામ ચાલી રહ્યું છે અને આવનારા દિવસોની અંદર પણ ખેડૂતોના વીજળી બિલની સમસ્યાને લઈને મોટી જાહેરાત પણ કરીશું તેવું કહ્યું હતું એટલે કહી શકાય કે આવનારા સમયે ગુજરાતના ખેડૂતોને રિઝર્વ માટે આમ આદમી પાર્ટી યુદ્ધના વીજળી બિલને લઈને પણ મોટી જાહેરાત કરે તો નવાઈ નહીં.

Published On - 1:27 pm, Thu, 21 July 22

Next Video