Gujarat Election 2022: આ જિલ્લામાં છે સૌથી વધુ થર્ડ જેન્ડર મતદારો, જાણો કોને કરાવશે ફાયદો!

|

Nov 13, 2022 | 8:14 AM

લોકશાહીમાં એક એક વોટ કિમતી હોય  છે ત્યારે  થર્ડ જોન્ડર મતદાતાઓના એક એક વોટ  પણ કિંમતી બની રહેશે. આ  કુલ આંકડા પૈકી વડોદરામાં (Vadodara) સૌથી વધુ મતદાતા નોંધાયા છે તો  અમદાવાદમાં 211 થર્ડ જેન્ડર મતદાતા નોધાયા છે

 ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: આગામી વિધાનસભાનીચૂંટણીને અનુલક્ષીને ભારતના ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં હાથ ધરવામાં આવેલા ખાસ મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 10મી ઓકટોબર, 2022ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ મતદારયાદી અનુસાર રાજ્યમાં કુલ 4,90,89,765  મતદારો નોંધાયા હતા.  જેમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે. જેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ આંકડા મુજબ રાજ્યમાં ટ્રાન્સ જેન્ડર મતદાતાની સંખ્યમાં વધારો  થયો છે અને સૌથી વધુ  ટ્રાન્સ જેન્ડર મતદાતા  વડોદરામાં નોંધાયા છે જેની સંખ્યા કુલ 223 જેટલી છે.

ગુજરાત ઇલેક્શન 2022 : થર્ડ જેન્ડર મતદાતાઓના વોટનો પણ રહેશે અસરકારક

લોકશાહીમાં એક એક વોટ કિમતી હોય  છે ત્યારે  થર્ડ જોન્ડર મતદાતાઓના એક એક વોટ  પણ કિંમતી બની રહેશે. આ  કુલ આંકડા પૈકી વડોદરામાં સૌથી વધુ મતદાતા નોંધાયા છે તો  અમદાવાદમાં 211 થર્ડ જેન્ડર મતદાતા નોધાયા છે તેમાં પણ  નરોડા વિસ્તારમાં પણ  33 થર્ડ જેન્ડર મતદાતા નોધાયા છે.  તો વટવામાં 21, વેજલપુરમાં 17 અને ઘાટલોડિયામાં 14 મતદાર નોંધાયેલા છે વર્ષ 2017ની ગત વિધાનસભા ચૂંટણીમાં રાજ્યમાં 687 થર્ડ જેન્ડર મતદાર નોંધાયેલા હતા . જોકે આ વર્શે તેમનું પ્રમાણ વધ્યું છે.

 

ગુજરાત ઇલેક્શન 2022:  રાજ્યમાં બે તબક્કામાં થશે મતદાન

 

ગુજરાતમાં  આગામી  ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ  તથા બીજા તબક્કાનું મતદાન  5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8  ડિસેમ્બરના રોજ  હાથ ધરવામાં આવશે.

  • ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના  મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે.
  • જ્યારે બીજા તબક્કામાં   93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.
Next Video