Gujarat Election 2022 : કચ્છની છ બેઠકો જીતવા ભાજપ-કોંગ્રેસે ક્વાયવ હાથ ધરી, બંને પક્ષોની બેઠકો જીતવાનો આશાવાદ
ટીવી નાઇન ગુજરાતીએ હાઇ- ટેક ડિબેટ શોનું કચ્છ જિલ્લામાં ભૂજમાં આયોજન કર્યું હતું. જેમાં આ તમામ મુદ્દાઓને લઇને ટીવીનાઇન પર ચર્ચા કરવા કચ્છ ભાજપ નેતા ભૌમિક વચ્છરજાની અને કોંગ્રેસના નેતા વી. કે. હુંબલ ડિબેટમાં સામેલ થયા હતા. આ ડિબેટમાં ભુજ શહેરની લોક સમસ્યા અને કચ્છ જિલ્લાની વિધાનસભા બેઠકો માટેની ચર્ચા કરી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. તેવા સમયે ટીવીનાઇન દ્વારા ઇલેક્શનને લઇને વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટીવીનાઇન દ્વારા વિધાનસભા વિસ્તારમાં ઇલેક્શન બસ ફેરવવામાં આવી રહી છે. તેમજ આ બસમાં રાજકીય પક્ષના અગ્રણી અને જન સામાન્ય સાથે વિકાસના મુદ્દે ચર્ચા કરવામાં આવી રહી છે. જેમાં લોકો દ્વારા તેમના પ્રશ્નોની પણ રજૂઆત કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે ટીવી નાઇન ગુજરાતીએ હાઇ- ટેક ડિબેટ શોનું કચ્છ જિલ્લામાં ભૂજમાં આયોજન કર્યું હતું. જેમાં આ તમામ મુદ્દાઓને લઇને ટીવીનાઇન પર ચર્ચા કરવા કચ્છ ભાજપ નેતા ભૌમિક વચ્છરજાની અને કોંગ્રેસના નેતા વી. કે. હુંબલ ડિબેટમાં સામેલ થયા હતા. આ ડિબેટમાં ભુજ શહેરની લોક સમસ્યા અને કચ્છ જિલ્લાની વિધાનસભા બેઠકો માટેની ચર્ચા કરી હતી.
આ ડિબેટમાં ભુજ ભાજપના નેતા ભૌમિક વચ્છરજાનીએ જણાવ્યું હતું કે, ભુજ પૌરાણિક શહેર છે આ 560 વર્ષ જૂનું છે. તેથી રસ્તાઓ સાંકડા છે. તેમજ ભૂકંપ બાદ નવા પ્રોજેક્ટ આવ્યા છે. જે રસ્તા સાંકડા હતા તે મોટા કરવાની શરૂઆત થઇ છે. 53 કિલોમીટરનો વિસ્તાર છે. હમીરસર તળાવમાં ગંદકીના આક્ષેપો છે. તેની સુંદરતા માટે નગર પાલિકા કાર્યરત છે. ભુજમાં સફાઇનો પ્રશ્ન છે તે પણ દૂર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત કચ્છમાં રણોત્સવે ટૂરિઝમ ઉદ્યોગનો વિકાસ થયો છે. તેમજ જ્યારે તહેવારોમાં જ્યારે એક સાથે લોકો આવે ત્યારે અને પ્રિ- બુકિંગ વિના આવે તો વ્યવસ્થા ના થાય. કચ્છમાં છ બેઠકોને લઇને ભાજપના કાર્યકરોએ ટિકિટ માંગી છે અને કોઇ જુથવાદ નથી. તેમજ આ છ બેઠકો પર કમળ ખિલશે તેવો અમને વિશ્વાસ છે.
ભૂજના પ્રશ્નો અંગે કોંગ્રેસના નેતા વી. કે. હુંબલે જણાવ્યું કે જ્યારે ભુજ સમગ્ર જિલ્લાનું મોટું શહેર હોય તો લોકોને અપેક્ષા વધારે હોય. તેમજ રસ્તાઓ સાંકડા હોવાની સાથે બિસ્માર છે. જ્યારે હમીરસર તળાવની સફાઇની માત્ર વાતો થાય છે. શહેરમાં અનેક સ્થળો પર ગંદકી ઠેરની ઠેર છે. તેમજ તળાવમાં ગટરના પાણી જઇ રહ્યા છે. જયારે સફેદ રણને લઇને કચ્છ ટુરિસ્ટ પ્લેસ છે પણ કોઇ વ્યવસ્થા નથી. જ્યારે આશાપુરા માતાના મંદિરે લોકોને ગટરના પાણીમાંથી પસાર થવું છે. પ્રવાસીઓ માટે ટેન્ટ સિટી બની પણ કોઇ નિયમ નથી. ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે કચ્છની બે બેઠકો જીતી છે. જિલ્લામાં કોંગ્રેસનું સંગઠન મજબૂત છે. તેમજ જુથવાદ ભાજપમાં છે કોંગ્રેસના કોઇ જુથવાદ નથી.
કચ્છ જિલ્લામાં વિધાનસભાની છ બેઠકો છે. તેમજ વર્ષ 2017માં 2 કોંગ્રેસ અને 4 બેઠકો ભાજપને મળી હતી. જ્યારે રાજ્યસભા ચૂંટણી સમયે પ્રદ્યુમનસિંહ જાડેજાએ કોંગ્રેસ છોડ્યું અને અબડાસાથી પ્રદ્યુમનસિંહ ભાજપમાંથી પેટાચૂંટણી લડી જીત્યા હતા. હવે કચ્છમાં માત્ર રાપર બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય રહેશે.
નર્મદાના સાગબારા કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ નેતાઓ વચ્ચે
બાળકો માટે ખાસ યોજનાઓ બનાવો, જીવનસાથી સાથે થોડો તણાવ શક્ય છે
જય ભોલે ગ્રુપે અંબાજીમાં ₹43.51 લાખની કિંમતનો મુગટ અર્પણ કર્યો
ગુજરાત હાઈકોર્ટે A4 સાઈઝના પેપરના અમલીકરણ પર હાલ પુરતો મુક્યો સ્ટે
