તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હાડ થીજાવતી ઠંડીની આગાહી કરી છે.અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આવતીકાલથી 4 જાન્યુઆરી દરમિયાન ઠંડીનો ચમકારો વર્તાશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં આકરી ઠંડી પડશે..તો ઉત્તરાયણ પર પતંગ રસિયાઓ માટે હવામાન સાનુકૂળ હવામાન રહેશે.14મી જાન્યુઆરીએ પવન ખૂબ સારો રહેવાની શક્યતા. સવારે પવનની ગતિ 6 કિલોમીટરની આસપાસ રહેશે. સામાન્ય રીતે અમદાવાદ સહિત ગુજરાતભરમાં ડિસેમ્બરમાં હાડ થીજવતી ઠંડી પડે છે. પણ, આ વખતે લા-નીનોની અસરથી ડિસેમ્બર પૂરો થયો છતાં અમદાવાદમાં હાડ થીજવતી ઠંડી પડી નથી. હવે અલ-નીનોની અસર ઘટવાની સાથે લા-નીનાની અસરથી ઠંડા પવન ફૂંકાશે.જેના કારણે તમને હાડ થીજાવતી ઠંડીનો અહેસાસ થશે.જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વર્તાશે ઠંડીનો ચમકારો અનુભવાશે અને નલિયામાં તાપમાનનો પારો 10 ડિગ્રી નીચે સુધી ગગડી શકે છે.