વડોદરામાં જાહેર માર્ગ પર પોલીસ અને બુટલેગર વચ્ચે સર્જાયા ફિલ્મી દ્રશ્યો. પોલીસે બુટલેગરને પકડવા દિલધડક ઓપરેશન અંતર્ગત. તરસાલીથી જામ્બુઆ સુધી પીછો કર્યો. ટાયર ફાટી ગયું હોવા છતાં બુટલેગરે વાહન હંકાર્યું હતું. અંતે મકરપુરા પોલીસે બુટલેગરને ઝડપી 58.95 લાખનો દારૂ પકડી પાડ્યો. પોલીસ અને બુટલેગર વચ્ચે સર્જાયેલા ફિલ્મી દ્રશ્યોનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ. જુઓ આ દ્રશ્યો,પહેલી નજરે તો તમને એમ જ લાગશે કે આ કોઈ ફિલ્મનું શુટિંગ થઈ રહ્યુ છે.જેને કોઈ મોબાઈલ કેમેરામાં ચોરી છૂપકેથી કેદ કરવામાં આવી હોય...પરંતુ આપને જણાવી દઈએ કે આ કોઈ ફિલ્મી દ્રશ્યો નહીં પરંતુ વડોદરાના મકરપુરા વિસ્તારમાં પોલીસ દ્વારા દારૂના ધંધા કરનાર બુટલેગરો સામે કરાયેલી કાર્યવાહીના દ્રશ્યો છે.ફિલ્મને પણ ટક્કર મારે તેમ મકરપુરા પોલીસે પોતાની ફરજ બજાવતા જીવને જોખમમાં મૂકી દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી છે. સમગ્ર દિલધડક ઓપરેશનનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.તરસાલીથી જામ્બુઆ હાઇવે સુધી પોલીસ બુટલેગર વચ્ચે ખરાખરનો જંગ જામ્યો હતો..જેમાં ટાયર ફાટી ગયું હોવા છતાં બુટલેગરે દારૂ ભરેલુ વાહન હંકાર્યું હતું..કિલોમીટરો સુધીની રેસ બાદ આખરે પોલીસે બુટલેગરને ઝડપી પાડ્યો હતો.પોલીસે ગાડીમાંથી 58.95 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો અને બુટલેગર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાના વીડિયો સામે આવતા લોકો દ્વારા મકરપુરા પોલીસની બહાદુરી અને ફરજપ્રતિની નિષ્ઠાની પ્રશંસા કરવામાં આવી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે વડોદરા પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે હંમેશા સજ્જ છે.