Gujarat Election 2022 : Big Debate On Bus સાબરકાંઠાના ઇડરમાં જામ્યો ચૂંટણીનો ચોરો, ખેડબ્રહ્મા બેઠક જીતવાના બંને પક્ષના દાવા

|

Nov 23, 2022 | 11:13 PM

ટીવી નાઇનની ઈલેક્શનવાળી બસ સાબરકાંઠા  જિલ્લાના ઇડર પહોંચી છે ત્યારે  ચૂંટણીનો ચોરો આજે  ઇડર જામ્યો છે.  જ્યારે  ચૂંટણીનો ચોરો કાર્યક્રમમાં ચર્ચા કરવા માટે  ભાજપના કનુ પટેલ , કોંગ્રેસના નેતા રાજેન્દ્રસિંહ કૂંપાવત તથા રાજકીય વિશ્લેષ્ક ઈશ્વર  પટેલ  જોડાયા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. તેવા સમયે ટીવીનાઇન દ્વારા ઇલેક્શનને લઇને વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટીવીનાઇન દ્વારા વિધાનસભા વિસ્તારમાં ઇલેક્શન બસ ફેરવવામાં આવી રહી છે. તેમજ આ બસમાં રાજકીય પક્ષના અગ્રણી અને જન સામાન્ય સાથે વિકાસના મુદ્દે ચર્ચા કરવામાં આવી રહી છે. જેમાં લોકો દ્વારા તેમના પ્રશ્નોની પણ રજૂઆત કરવામાં આવી રહી છે. ટીવી નાઇનની ઈલેક્શનવાળી બસ સાબરકાંઠા  જિલ્લાના ઇડર પહોંચી છે ત્યારે  ચૂંટણીનો ચોરો આજે  ઇડર જામ્યો છે.  જ્યારે  ચૂંટણીનો ચોરો કાર્યક્રમમાં ચર્ચા કરવા માટે  ભાજપના કનુ પટેલ , કોંગ્રેસના નેતા રાજેન્દ્રસિંહ કૂંપાવત તથા રાજકીય વિશ્લેષ્ક ઈશ્વર  પટેલ  જોડાયા હતા.

ભાજપ સરકારે આદિવાસીઓને માત્ર અધિકાર પત્રો આપ્યા સનદ અને સાત બારના ઉતારા ના આપ્યા

આ ડિબેટમાં ,કોંગ્રેસના નેતા રાજેન્દ્રસિંહ કૂંપાવતે  જણાવ્યું હતું કે વર્ષ 2012માં સાબરકાંઠાની ચારમાંથી ત્રણ બેઠકો અમારી પાસે હતી. માત્ર ઇડર અમે થોડા માર્જિનથી હાર્યા હતા. આ વખતે પણ ખેડબ્રહ્મા,ઇડર અને પ્રાંતિજ ત્રણે બેઠકો જીતવાના છીએ તેમાં કોઇ બે મત નથી. તેમજ અશ્વિન કોટવાલ કોંગ્રેસનો રિજેક્ટ માલ છે. આ ઉપરાંત આદિવાસી વિસ્તારના પ્રશ્નોની વાત કરીએ તો આદિવાસીઓ માટે કેન્દ્રમાં કોંગ્રેસ સરકારે હતી ત્યારે અનેક સુધારા લાવી છે. જેમાં વનવાસીઓ જમીન આપવાથી લઇને અનેક પ્રશ્નો હલ કરવાની દિશામાં કામ કર્યા છે. પરંતુ ભાજપ સરકારે આદિવાસીઓને માત્ર અધિકાર પત્રો આપ્યા સનદ અને સાત બારના ઉતારામાં તેમને હક્ક ના આપ્યો.

આદિવાસીઓના નહિ કરેલા કામો ભાજપ સરકારે કર્યા છે.

જ્યારે ભાજપ નેતા કનુભાઈ પટેલે ડિબેટમાં  કોંગ્રેસ નેતા અશ્વિન કોટવાલને ભાજપમાં લાવવા મુદ્દે અને ટિકિટ આપવાના સવાલના જવાબમાં જણાવ્યું હતું કે અશ્વિન કોટવાલ તેમની મોટી ટીમ સાથે ભાજપમાં જોડાયા છે. તેમજ તેમની ટીમ ખૂબ મોટી છે અને તેમની સાથે ભાજપના કાર્યકરો પણ છે અને બંને સાથે મળીને કામ કરશે અને ઇલેક્શન જીતશે. તેમનો કોઇ વિરોધ થયો નથી. તેમજ પ્રથમવાર ખેડબ્રહ્મામાં ભાજપનો ભગવો લહેરાશે એવી આશા રાખું છું. તેમજ ભાજપ સામે પૂર્વ સીએમ અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરી મેદાનમાં છે તે પડકારરૂપ છે કે નહિ તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે અત્યારે તો કોંઇ પડકાર નથી. તેમજ આદિવાસીઓના પ્રશ્ન અંગે જણાવ્યું હતું કે કોંગ્રેસના સમયમાં આદિવાસીઓના નહિ કરેલા કામો ભાજપ સરકારે કર્યા છે.

જે ઉમેદવારે સારા કામ કર્યા હશે તે આગળ રહેશે

સાબરકાંઠાની ચાર વિધાનસભા બેઠક પર ચર્ચા કરતાં રાજકીય વિશ્લેષ્ક ઈશ્વરભાઇ  પટેલ  જણાવ્યું હતું કે જે ઉમેદવારે સારા કામ કર્યા હશે અને જેમણે લોકો સાથે સંપર્ક જાળવી રાખ્યો હશે તે પક્ષનો ઉમેદવાર આગળ રહેશે. હિંમતનગરમાં ડેવલોપમેન્ટના કામ સરકાર કરે અને કરવા પણ પડે. તેમજ જે સરકાર આવશે તે બાકી કામો કરશે.

 

Next Video