Bhavnagar : અરવિંદ કેજરીવાલે યુવરાજ જયરાજસિંહ ગોહિલ સાથે મુલાકાત કરી, નવા જૂનીના એંધાણ
ગુજરાતની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલે ભાવનગરના યુવરાજ જયરાજસિંહ ગોહિલ સાથે મુલાકાત કરી હતી. તેમણે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલના નિલમબાગ પેલેસ ખાતે મુલાકાત કરી હતી.
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને(Gujarat Assembly Election 2022) લઇને રાજ્યમાં રાજકીય પક્ષો સક્રિય થયા છે. જેમાં ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટી(AAP) પણ સક્રિય થઈ છે. જેમાં આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) વારંવાર રાજ્યની મુલાકાત આવે છે અને સરકાર વિરુદ્ધ પ્રહાર કરી રહ્યા છે. જેમાં રાજ્યની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલે ભાવનગરના યુવરાજ જયરાજસિંહ ગોહિલ સાથે મુલાકાત કરી હતી. તેમણે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલના નિલમબાગ પેલેસ ખાતે મુલાકાત કરી હતી.
અરવિંદ કેજરીવાલ એરપોર્ટથી સીધા તેમને મળવા પહોંચ્યા હતા. જયારે નિલમબાગમાં કેજરીવાલ અને યુવરાજ જયરાજસિંહ ગોહિલ સાથે બેઠક યોજાઇ હતી. તેમની તેમની આ મુલાકાતના પગલે રાજકારણ ગરમાયું છે. તેમજ ગુજરાત ચુંટણી પૂર્વે કંઈક નવુ જૂનું થવાના એંધાણની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત ગુજરાત આવેલા દિલ્લીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે વધુ એક આશ્વાસન આપ્યું..હોમગાર્ડના જવાનોને આશ્વાસન આપતા કેજરીવાલે કહ્યું કે જો તેમની સરકાર બનશે તો એક મહિનાની અંદર જ હોમગાર્ડના જવાનોના પ્રશ્નોનું સમાધન કરશે..સાથે જ તેમણે હોમગાર્ડના જવાનોને આમ આદમી પાર્ટી માટે પ્રચાર કરવાનું પણ આહ્વાન કર્યું હતું.