Gujarat Election 2022 : અરવિંદ કેજરીવાલે ગુજરાતના લોકો માટે એક વીડિયો સંદેશ જાહેર કર્યો, આપને વોટ કરવા અપીલ કરી

Gujarat Election 2022 : અરવિંદ કેજરીવાલે ગુજરાતના લોકો માટે એક વીડિયો સંદેશ જાહેર કર્યો, આપને વોટ કરવા અપીલ કરી

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2022 | 5:44 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પગલે રાજકીય પક્ષો પ્રચારમાં લાગ્યા છે. તેવા સમયે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. તેવા સમયે AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે ગુજરાતના લોકો માટે એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પગલે રાજકીય પક્ષો પ્રચારમાં લાગ્યા છે. તેવા સમયે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. તેવા સમયે AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે ગુજરાતના લોકો માટે એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે. જેમાં શાળા, હોસ્પિટલ, રોજગાર જેવા વચનોની વાત કરતા લોકોને અપીલ કરી હતી કે દરેક વ્યક્તિ તેના મિત્રો અને સંબંધીઓ સહિત 100-100 લોકોને વોટ્સએપ કરે અને AAPને વોટ કરવા અપીલ કરે.

ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન

Gujarat Election 2022 :  ગુજરાતમાં  આગામી  ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ  તથા બીજા તબક્કાનું મતદાન  5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8  ડિસેમ્બરના રોજ  હાથ ધરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના  મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં   93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

મતદારો ફોટો ઓળખકાર્ડ-EPIC ઉપરાંત અન્ય 12 દસ્તાવેજો સાથે મતદાન કરી શકશે

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન મતદાન કરતાં પહેલાં મતદારે મતદાર ફોટો ઓળખકાર્ડ -EPIC રજૂ કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેતી હોય છે. જોકે આ વખતે EPIC ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે અન્ય ૧૨ દસ્તાવેજો પણ માન્ય કરવામાં આવ્યા છે.રાજ્યમાં આગામી પ્રથમ તબક્કાના કુલ-89 વિધાનસભા મતવિભાગોની બેઠકોની સામાન્ય ચૂંટણી 1 ડિસેમ્બરના રોજ અને બીજા તબકકાના કુલ-93 વિધાનસભા મતવિભાગોની બેઠકોની સામાન્ય ચૂંટણી 5 ડિસેમ્બરના રોજ યોજાનાર છે. જેમાં ચૂંટણીના દિવસે મતદારની ઓળખ માટે મતદાર ફોટો ઓળખકાર્ડ -EPIC રજૂ કરવાનું રહેશે. જે મતદાર મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ ન કરી શકે તો તેની અવેજીમાં અન્ય 12 દસ્તાવેજો ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે જે દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકાશે.

Published on: Nov 19, 2022 05:36 PM
g clip-path="url(#clip0_868_265)">