Gujarat Election 2022: ડેડીયાપાડા બેઠકના ભાજપના યુવા ઉમેદવારે કહ્યું, ભલે ગમે તેટલો આગળ વધુ, પરંતુ જનતા માટે સામાન્ય કાર્યકર જ રહીશ
હિતેશ વસાવાની વાત કરીએ તો તેઓ હાલમાં નર્મદા જિલ્લા પંચાયતના સભ્ય છે. આખું ગામ તેમને ભોલાભાઈના નામથી જ ઓળખે છે, એટલે જ હિતેશ વસાવાએ જાહેરસભામાં મંચ પરથી કહેવું પડ્યું કે હું ભલે ધારાસભ્ય બની જાવ પણ હું તમારો ભોલો હતો, ભોલો છું અને ભોલો જ રહેવાનો છું.
ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: નર્મદા જિલ્લાની ડેડીયાપાડા વિધાનસભા બેઠક પર ભાજપે યુવા નેતા હિતેશ વસાવાને મેદાનમાં ઉતાર્યા છે. આ યુવા નેતા 12 ધોરણ પાસ છે અને તેઓ ડેડિયા પાડામાં ભોલાના હુલામણા નામે જાણીતા છે. તેમને મૂળ સાથે જોડાયેલા રહીને જનતાને કહ્યું હતું કે હું ગમે તેટલો મોટો બની જાઉ પરંતુ પરંતુ ગ્રામજનો માટે તો ભોલો જ રહીશ. તેમણે કહ્યું હતું કે નેતાઓ જીતીને જાય પછી જનતા એમ કહે છે કે આ સાહેબ આવ્યા તે સાહેબ આવ્યા. હવે હું ઉમેદવાર બન્યો તો લોકો કહે છે કે હિતેષભાઈ સાહેબ આવ્યા ત્યારે મારે એટલું જ કહેવું છે કે ભલે કદાચ ચૂંટણી પછી હું ધારાસભ્ય બની જાઉં પરંતુ તમારા માટે તો ભોલો જ રહેવાનો છું.
નોંધનીય છે કે આ બાબત હિતેશ વસાવાએ જાહેર મંચ પરથી જણાવી હતી. હિતેશ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે તેમની માતા હાલ ડેડીયાપાડા ગ્રામ પંચાયતના સરપંચ પણ છે તેમના બહેન જ્યારે બિટીપી અને કોંગ્રેસના ગઠબંધન વખતે નર્મદા જિલ્લા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે. જો હિતેશ વસાવાની વાત કરીએ તો તેઓ હાલમાં નર્મદા જિલ્લા પંચાયતના સભ્ય પણ છે આખું ગામ તેમને ભોલાભાઈના નામથી જ ઓળખે છે. એટલે જ હિતેશ વસાવાએ જાહેરસભામાં મંચ પરથી કહેવું પડ્યું કે હું ભલે ધારાસભ્ય બની જાવ પણ હું તમારો ભોલો હતો, ભોલો છું અને ભોલો જ રહેવાનો છું.
તેમણે કહ્યું હતું કે લોકો સરકારી અધિકારી કે પોલીસ વિભાગમાં કામ કરતા વ્યક્તિ આવે તો સાહેબ આવ્યા એમ કહે છે. હાલ આ ભાજપના ઉમેદવાર ગામડામાં પોતાના પ્રચાર માટે જાય એટલે ગ્રામજનો કહે છે હિતેશ સાહેબ આવ્યા છે, પહેલા ભલે તેમને ભોલો કહીને બોલાવતા પણ હવે ઉમેદવાર થયા એટલે સાહેબ કહીને સંબોધન કરે છે. આથી તેમણે કહ્યું કે, હું સાહેબ નથી હું તમારો ભોલો જ રહેવાનો છું, હું ધારાસભ્ય બનીશ તો પણ તમારો ભોલો છું, ભોલો હતો અને ભોલો જ રહેવાનો છું. હવે આગામી સમયમાં ચૂંટણી પરિણામમાં જ ખબર પડશે કે હિતેશ વસાવા પર મતદારો પસંદગીનો કળશ ઢોળે છે કે નહીં.
વિથ ઇનપુટ ક્રેડિટ: વિશાલ પાઠક, નર્મદા